40 C
Ahmedabad
Friday, May 17, 2024

મહિલા વર્લ્ડ કપ: ઝુલન ગોસ્વામીએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની


ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ કારકિર્દીના અંતિમ તબક્કામાં નવી એક સિદ્ધિ હાંસલ કરી છે. તેણે આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં આ રેકોર્ડ બનાવ્યો છે. ઝુલન તેની કારકિર્દીનો છેલ્લો વર્લ્ડ કપ રમી રહી છે.

Advertisement

39 વર્ષની ઝુલન ગોસ્વામી વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની ગઈ છે. ઝુલને અત્યાર સુધી વર્લ્ડ કપમાં 40 વિકેટ ઝડપી છે. આ મામલામાં તેણે પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર લિન ફુલસ્ટોનનો રેકોર્ડ તોડ્યો છે. ઝુલને આ સિદ્ધિ 31 મેચમાં હાંસલ કરી હતી જ્યારે લીને માત્ર 20 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.

Advertisement

વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં રેકોર્ડ બનાવ્યો હતો

Advertisement

ઝુલને શનિવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. 318 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 162 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમે આ મેચ 155 રનથી જીતી લીધી હતી. ઝુલન ગોસ્વામીએ આ મેચમાં માત્ર એક જ વિકેટ લીધી અને આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ઝુલને વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝની અનીસા મોહમ્મદનો રેકોર્ડ 40મો શિકાર બનાવ્યો હતો.

Advertisement

વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં ઝુલન ગોસ્વામીએ 6 ઓવરમાં 43 રન આપીને એક વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે ઓવર મેડન પણ કરી હતી. ઝુલને તેની કારકિર્દીમાં 12 ટેસ્ટ, 198 વનડે અને 68 ટી-20 મેચ રમી છે. આ દરમિયાન તેણે ટેસ્ટમાં 44 જ્યારે વનડેમાં 249 વિકેટ ઝડપી હતી. ઝુલને અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલમાં 56 સફળતા હાંસલ કરી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!