31 C
Ahmedabad
Tuesday, May 21, 2024

અરવલ્લી : મોડાસાની મદની સ્માર્ટ સ્કૂલના SSC ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ


ધી મુસ્લિમ એજ્યુકેશન સંચાલિત મદની સ્માર્ટ સ્કૂલ તેના શિક્ષણની અવનવી પદ્ધતિઓ માટે આગળ પડતું સ્થાન ધરાવે છે અને એક નવા અભિગમ સાથે શરૂ થયેલ શાળા છે.ધો 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આજે શાળામાં શુભેચ્છા વિદાય સમારંભ યોજાયો હતો.જેમાં શાળાના આચાર્ય શાહિદ દાદુ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી સૂચનાઓ,જીવનમાં સમય,આત્મસન્માન, પરિશ્રમ અને પ્રયત્નના માધ્યમ વડે ઉજ્જળ કારર્કિદી માટેની શુભેચ્છાઓ પાઠવી હતી.ધો 10ના વર્ગશિક્ષક શાહીનાઝ મુલ્લા મેડમ દ્વારા આખા વર્ષની યાદો તાજા કરવામાં આવી હતી, જ્યારે તસ્લિમબેન કાઝી દ્વારા વિદાયગીત રજૂ કરવામાં આવ્યુ હતું જેના કારણે વિદ્યાર્થીઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.વિદ્યાર્થીઓ પણ શાળાના અનુભવોને અશ્રુભરી આંખો સાથે વ્યક્ત કર્યા હતા.સાથે સાથે શાળાના અન્ય શિક્ષકો દ્વારા વકતવ્ય અને શુભેચ્છાઓ પાઠવી વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી હતી.ધો 10ના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને સ્મૃતિ ભેટ પણ આપવામાં આવી.

Advertisement

આ તમામ કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય શાહિદ દાદુના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષક વણઝારા અયાઝ સર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મદની સ્માર્ટ સ્કૂલ પરિવાર તેમજ શાળાના ભૂતપૂર્વ ચેરમેન મૂસ્તુફાભાઈ કાંકરોલિયાએ પણ હાજરી આપી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!