32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : મેઘરજના કાલિયાકુવા નજીક વિચિત્ર અકસ્માત બાદ વાહનમાં 2 લોકો આગમાં...

અરવલ્લી : મેઘરજના કાલિયાકુવા નજીક વિચિત્ર અકસ્માત બાદ વાહનમાં 2 લોકો આગમાં ભડથું

0
779

અરવલ્લી જિલ્લામાં છાશવારે અકસ્માતની ઘટનાઓ ઘટે છે, જેમાં કેટલાય લોકો મોતને ભેટતા હોય છે, ત્યારે અરવલ્લી અને રાજસ્થાનની સીમા નજીક ઘમખ્વાર અને વિચિત્ર અકસ્માત સર્જાયો જેમાં બે લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. ઘટના મેઘરજના કાલીયાકુવા નજીકની છે જ્યાં રાજસ્થાનના સરથુ નજીક આવેલા પેટ્રોલ પંપ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માત સર્જાતા આગ ભભૂકી ઊઠી હતી જેમાં બે લોકો આગમાં ભડથુ થતાં મોત નિપજ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજસ્થાનના સરથી નજીક જીપડાલા અને બાઈક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બાઈકમાં આગ ભભૂકી ઊઠી હતી, આગ લાગતા જ બાઈક સવાર બે લોકો દાઝી ગયા હતા, જેમાં આગમાં ભડથુ થવાથી ઘટનાસ્થળે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું ત્યારબાદ થોડીક ક્ષણો પછી બીજા વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત વ્યક્તિને મેઘરજની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હોવાની વિગતો મળી હતી. અકસ્માતને પગલે રાજસ્થાન પોલિસે તપાસ હાથ ધરી હતી, સમગ્ર ઘટના બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર વિડીયો વાઈરલ થયો હતો, જેમાં આગના ગોટે-ગોટા હવામાં ઉડતા જોવા મળ્યા હતા.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!