27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home પીપલ છોટાઉદેપુર: ઝરખલી ના બાળ હનુમાન મંદિરે ભવ્ય ડાયરો, જનમેદની ઉમટી

છોટાઉદેપુર: ઝરખલી ના બાળ હનુમાન મંદિરે ભવ્ય ડાયરો, જનમેદની ઉમટી

0
239

મહેશ ભીલ ઉર્ફે બકો, અને ઉર્વી રાઠવા, સાથે હાસ્ય કલાકર હર્ષદ વસાવા કલાકારો ની બક્ષિસ મા આવેલ રકમ મંદિર મા આપી

નસવાડી ના ઝરખલી ગામે બાળ હનુમાન મંદિરે ભવ્ય ડાયરા નો કાર્યક્મ યોજાયો હતો. જેમા આદિવાસી સમાજ ની સાસ્કૃતિક ઉજાગર કરનાર અને ભજન ડાયરા ગરબા ના ભવ્ય કાર્યકમો ને તેમના કઠ થી સારું પીરસનાર મહેશ ભીલ ઉર્ફે બકો સાથે ઉર્વી રાઠવા બન્ને નસવાડી તાલુકા ના હોય સાથે હાસ્ય કલાકર હર્ષદ વસાવા વડોદરા થી આવયા હતા. લોક ડાયરો હોય હજારો ની સંખ્યા મા આદિવાસી લોકો સાથે રાજકીય નેતા ઓ ડાયરા મા પોહચ્યાં હતા. ડાયરા મા કલાકારો ને જે બક્ષિસ પડે તે નિયમ મુજબ તેમના હક ની હોય પરંતુ હનુમાન મંદિર નુ કામ હોય અને કલાકારો નસવાડી તાલુકા ના હોય. અંદાજીત 40 હજાર થી વધુ ની બક્ષિસ તેઓ ને મળી હોય તે તમામ બાળ હનુમાન મંદિર મા આપી કલાકાર ની વાણી નો સદ ઉપયોગ કર્યો હતો. નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવા સાથે સમસ્ત આજુબાજુ ગ્રામજનો ડાયરા નુ ભવ્ય આયોજન સાથે મહાપ્રસાદી નુ સારુ આયોજન કર્યું હતુ.

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!