29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines મોરબીમાં ઝુલતો પુલ તૂટતા 250થી લોકો નદીમાં પડ્યા, રાહત-બચાવ કાર્ય શરૂ, PM...

મોરબીમાં ઝુલતો પુલ તૂટતા 250થી લોકો નદીમાં પડ્યા, રાહત-બચાવ કાર્ય શરૂ, PM મોદી અને રાહુલ ગાંધીએ દુ:ખ વ્યક્ત કર્યું

0
295

દિવાળી પછી રવિવારનો દિવસ ગોજારો સાબિત થયો છે.  મોરબીમાં હજી ત્રણ દિવસ પહેલા જ ખુલ્લો મુકવામાં આવેલો પુલ તુટી પડતા કેટલાય લોકો નદીમાં ખાબક્યા હતા, બ્રિની મુલાકાતે પહોંચેલા સહેલાણીઓ બ્રિજ તૂટી પડતા નદીમાં પડ્યા હતા, જેને લઇને રાહત અને બચાવ કામગીરી સ્થાનિક તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. મોરબીમાં ત્રણ દિવસ પહેલા જ આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પહેલા રવિવારે જ લોકો મોટી સંખ્યામાં આ પુલને જોવા માટે આવી પહોંચ્યા હતા.જો કે મોડી સાંજે આ બ્રિજ તુટી પડતા અનેક લોકો નદીમાં પટકાયા હતા. હાલ તો સ્થાનિક ફાયર તંત્ર અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા રાહત અને બચાવકાર્ય ચલાવવામાં આવી રહ્યું છે.

પ્રાથમિક અહેવાલો અનુસાર બ્રિજ પર 300 થી વધારે લોકો હાજર હતા. આ દરમિયાન અચાનક પુલનો મુખ્ય દોરડું છુટી જવાના કારણે આખો બ્રિજ પાણીમાં બેસી ગયો હતો. જેથી બ્રિજ પર રહેલા અનેક લોકો નદીમાં ખાબક્યા હતા. આ ઉપરાંત ચોમાસું હોવાના કારણે હાલ નદીમાં પાણી ન માત્ર વહેતું પરંતુ ઉંડુ પણ છે.

ઘટનાને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો, તેમણે ટ્વીટ કરીને તાત્કાલિક લોકોને મદદ મળે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ સાથે જ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 2 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની પ્રધાનમંત્રી મોદીએ જાહેરાત કરી છે.

મોરબીની ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી લખ્યું કે, મોરબીની દુર્ઘટનાને પગલે માનનીય પ્રધાનમંત્રી સાથેના આગળના કાર્યક્રમોને ટૂંકાવીને ગાંધીનગર પહોંચી રહ્યો છું. ગૃહ રાજ્યમંત્રીશ્રીને સ્થળ પર પહોંચી બચાવ કામગીરીનું માર્ગદર્શન કરવા જણાવ્યું છે. SDRF સહિતની ટૂકડીઓને બચાવ કામગીરી માટે મોબીલાઈઝ કરવામાં આવી છે.

તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ મોરબીમાં બનેલી ઘટનાને લઇને શોક વ્યક્ત કર્યો છે, તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, મોરબીમાં બનેલી ઘટનાના સમાચારથી દુ:ખ થયું છે. આવી મુશ્કેલની કોંગ્રેસના કાર્યકરોને રાહત અને બચાવમાં જોડાવા અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!