28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ અરવલ્લી : મોરબીની દુર્ઘટનાને લઇને મોડાસામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ, મેઘરજ રૉડ પર વૉર્ડ...

અરવલ્લી : મોરબીની દુર્ઘટનાને લઇને મોડાસામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ, મેઘરજ રૉડ પર વૉર્ડ નંબર 2 ના આગેવાનો રહ્યા ઉપસ્થિત

0
218

મોરબીમાં બનેલી પુલ દુર્ઘટનાને લઈને મોડાસા શહેર તેમજ અરવલ્લી જિલ્લામાં શ્રદ્ધાંજલિ સહિતના અલગ અલગ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા, મેઘરાજ, બાયડ, ધનસુરા, માલપુર સહિતના તાલુકાઓમાં અલગ અલગ કાર્યક્રમો યોજીને મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ત્યારે મોડાસા શહેરમાં પણ અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ રહી છે.

મોડાસા શહેરના મેઘરજ રોડ વિસ્તારમાં વોર્ડ નંબર 2 ના આગેવાનો તેમજ રહીશો દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. મેઘરજ રોડ પર આવેલા હનુમાનજી મંદિરના હોલ ખાતે આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકાના વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર તેમજ મોડાસા શહેર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!