29 C
Ahmedabad
Friday, April 26, 2024

અરવલ્લી : પોલીસ ડોગ ક્રુઝનું અવસાન થતા “ગાર્ડ ઓફ ઓનર” સાથે અંતિમ વિદાય, જુઓ Video 


અરવલ્લી પોલીસના ડોગ સ્ક્વોડ વિભાગના ડોગ ક્રુઝનું ટૂંકી બીમારી પછી અવસાન થતા શોકની લાગણી છવાઈ હતી 7 વર્ષથી જીલ્લા પોલીસતંત્રનો ગુન્હાના ભેદ ઉકેલવામાં સારથી તરીકે ફરજ બજાવતો હતો

Advertisement

Advertisement

ક્રુઝ નામના ડોગે અત્યાર સુધીમાં જીલ્લામાં બનેલ ચોરી, લૂંટ સહિતના અનેક ગુનાઓમાં સરાહનીય કામગીરી કરી હતી. જેને લઈને પોલીસ ક્રુઝ નામના ડોગની કામગીરી ક્યારેક ભૂલી શકશે નહિ. પોલીસ જવાનોએ ક્રુઝના મૃતદેહને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિધિ કરી હતી.

Advertisement

Advertisement

અરવલ્લી પોલીસ વિભાગના ડોગ સ્ક્વોડમાં ક્રુઝ નામના ડોગનું અવસાન થતાં પોલીસ કર્મીઓમાં શોકની લાગણી જોવા મળી રહી છે લેબ્રાડોર પ્રજાતિનો મેલ ડોગ જીલ્લા પોલીસતંત્રને 7 વર્ષ અગાઉ ભેટમાં મળતા ક્રુઝ નામ આપી એક વર્ષની સઘન તાલીમ પછી જીલ્લા ડોગ સ્ક્વોડમાં સમાવવામાં આવ્યું હતું, ત્યારથી અરવલ્લી પોલીસ સામે આવેલ અનેક નાના મોટા ગુનાઓને શોધવામાં પોલીસે ક્રુઝ ડોગની મદદ લીધી હતી.અને શામળાજી,મોડાસા ટાઉન અને બાયડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ત્રણ ગંભીર ગુન્હામાં ક્રુઝ ડોગના માર્ગદર્શનથી આરોપી સુધી પોલીસ પહોંચવામાં સફળ રહી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

Advertisement

Advertisement

જેની સરાહનીય કામગીરીને લઈને પોલીસ જવાનો દ્વારા ક્રુઝના મૃતદેહને જેમ એક પોલીસ જવાન ફરજ દરમિયાન મૃત્યુ પામે ત્યારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે તેવી રીતે ક્રુઝ નામના ડોગને પણ ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપીને તેના દેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!