28 C
Ahmedabad
Friday, April 26, 2024

સ્ટેટ મોનેટરીંગ સેલ ત્રાટકી શામળાજી પોલીસની ઉંઘ ઉડાડી : કડવથ ઇકો કારમાંથી 98 હજારના દારૂ સાથે બે બુટલેગરોને દબોચ્યા


Advertisement

અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ રતનપુર ચેકપોસ્ટ બુટલેગરોમાં સિલ્કરૂટ તરીકે જાણીતી છે રતનપુર ચેકપોસ્ટ પરથી બુટલેગરો વિવિધ વાહનો મારફતે વર્ષે દહાડે કરોડો રૂપિયાનો દારૂ ઠાલવી રહ્યા છે સ્ટેટ મોનેટરીંગ સેલે જીલ્લાના વિવિધ માર્ગો મારફતે દારૂની હેરાફેરીની ગંધ આવતા આંટાફેરા ચાલુ કર્યા છે એક મહિના અગાઉ ગાજણ ટોલપ્લાઝા નજીકથી ટ્રકમાંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યા હતો વધુ એક વાર સ્ટેટ મોનીટરીંગ સેલે શામળાજી પોલીસને ઉંઘતી રાખી કડવથ પાટીયા નજીકથી પસાર થતી ઇકો કારમાંથી 98 હજારથી વધુનો દારૂ જપ્ત કરી બે બુટલેગરોને દબોચી લીધા હતાગુજરાત પોલીસે દેશી-વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે મોટા ભાગે બાતમીદારો પર નિર્ભર છે સ્ટેટ મોનીટરીંગ સેલના બાતમીદારો અરવલ્લી જીલ્લા પોલીસતંત્રના બુટલેગરો પર હાવી થઇ રહ્યા છે એક મહિના જેટલા ટૂંકા ગાળામાં અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે.નં-8 પરથી સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે બુટલેગરોને બે ખેપ નિષ્ફ્ળ બનાવી જીલ્લા પોલીસતંત્રની કામગીરી સામે અનેક સવાલ પેદા કર્યા છે

Advertisement

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પડાવ નાખી કડવથ પાટિયા નજીક વિદેશી દારૂ ભરેલી પસાર થતી ઇકો કારમાંથી વિદેશી દારૂ બિયર ટીન-983 કીં.રૂ.98300/- નો જથ્થો જપ્ત કરી રાજસ્થાન ઉદેપુર પંથકના કાર ચાલક નારૂલાલ ચેનરામ ડાંગી અને પ્રવીણ શુંદરલાલ ડાંગીને દબોચી લઇ રૂ.3.58 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કારમાં દારૂ ભરી આપનાર, પાયલોટિંગ કરનાર અને ગુજરાતમાં દારૂ મંગાવનાર 5 બુટલેગરો સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!