34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home વિડીયો શામળાજીમાં કાળિયા ઠાકોરને કેસૂડાના રંગથી રંગ્યા, ભક્તો અને ભગવાનની રંગોના પર્વની ઉજવણી

શામળાજીમાં કાળિયા ઠાકોરને કેસૂડાના રંગથી રંગ્યા, ભક્તો અને ભગવાનની રંગોના પર્વની ઉજવણી

0

અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળીયા સાથે ધુળેટીનો પર્વ ઉજવવા ભક્ત પહોંચ્યા હતા. વહેલી સવારથી જ ભકતો લાંબી કતારો માં ઊભા રહીને ભગવાન શામળીયા નાં દરબારમાં આવી પહોંચ્યા હતા. ભગવાન શામળીયાને સોના અને હીરાનાં  આભૂષણો થીં ભગવાન નેં સુશોભિત કરવામાં આવ્યાં છે. ભગવાન શામળીયા નેં કેસુડાના ફુલો તથા અબીલ ગુલાલ નો રંગોથી રંગ કરવામાં આવ્યો હતો.. ધુળેટીના પર્વ પર શામળાજી મંદિરમાં વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભગવાન શામળિયાનેં ચાંદીની પીચકારી દ્વારા રંગો નો છંટકાવ કરવામાં આવ્યો હતો. ભકતો ઉપર અબીલ-ગુલાલ તથા કેસુડાના ફૂલોનો વરસાદ કરવામાં આવતા ભકતો પણ નાચી ઉઠ્યાં હતાં.

જુઓ શામળિયાને કેવી રીતે કેસૂડાનો રંગ લગાવાયા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!