33.7 C
Gujarat
Thursday, August 6, 2026
Home ગુજરાત મહાશિવરાત્રી પર્વને લઇને મોડાસાના સ્મશાનગૃહ ખાતે હજારો દીવડા પ્રગટાવાયા

મહાશિવરાત્રી પર્વને લઇને મોડાસાના સ્મશાનગૃહ ખાતે હજારો દીવડા પ્રગટાવાયા

0
136

મહાશિવરાત્રીના પર્વને લઈને અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર શિવાલયો ભોળાનાથના નાદથી ગુંજી ઉઠયા હતા. સમગ્ર રાજ્યમાં મહાશિવરાત્રીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, તો લઘુ રુદ્ર યજ્ઞો થયા યોજાતા ઠેર ઠેર ભોળાનાથના મંદિરે ભક્તોની લાંબી કથાઓ જોવા મળી હતી. મોડાસા શહેરના સ્મશાન ગૃહ ખાતે આવેલા ભોળાનાથના મંદિરમાં મોડી રાતે હજારો દીવડા પ્રગટાવીને ભોળાનાથ ની પૂજા અર્ચના કરવામાં આવી હતી.

મોડાસા શહેરના માજુમ નદી કિનારા પર આવેલા સ્મશાન ગૃહ ખાતે શિવરાત્રીના પર્વને દિવસે મોડી રાત્રે શહેરીજનો તેમજ શહેરના યુવકો દ્વારા હજારો દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. સ્મશાન ગૃહની ફરતે પણ દીવડા પ્રગટાવીને ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવી હતી. સમગ્ર સ્મશાન ગૃહમાં હજારો દીવડા પ્રગટાવવામાં આવતા સ્મશાનગૃહ દીવડાથી ઝળહળી ઉઠ્યું હતું. આ સાથે જ સ્મશાન ગૃહમાં આવેલા ભોળાનાથના મંદિરમાં પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!