38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત શામળાજી નજીક રંગપુર પાસે ટ્રકમાં આગ ભભૂકી, ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ

શામળાજી નજીક રંગપુર પાસે ટ્રકમાં આગ ભભૂકી, ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ

0
735

અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક રતનપુર જતાં ટ્રકમાં ભિષણ આગ લાગતા બે લોકોનો આબાદ બચાવ થયો, જોકે આગમાં ટ્રક બળીને ખાક થઇ ગઇ છે. ટ્રકમાં આગની ઘટના રવિવાર મોડી રાત્રે બની હતી જ્યાં રાજસ્થાન તરફ જઇ રહેલ ટ્રકમાં એકા-એક આગ લાગી હતી. આગ લાગવાની જાણ થતાં સમય સૂચકતા વાપરી ટ્રક ચાલક અને ક્લીનર તાત્કાલિક ટ્રકમાંથી ઉતરી જતાં આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના સ્થાનિક લોકોએ મોબાઈલમાં કેદ કરી હતી. જોકે આગ કયા કારણોસર લાગી તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ટ્રકમાં લાગેલી આગને પગલે શામળાજી પોલિસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

જુઓ ટ્રકમાં આગનો વીડિયો

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!