34 C
Ahmedabad
Friday, May 17, 2024

નરાધમે પીંખી નાખેલી ફૂલ જેવી માસૂમ બાળકીની સારવાર માટે હોસ્પિટલ સંચાલકોની ‘ચોખ્ખી ના’, ‘સાહેબ હાજર નથી’


અરવલ્લી જિલ્લામાં બનેલી દુષ્કર્મની ઘટના ભલે જિલ્લાના લોકોએ સાંભળી હશે પણ તેની પછી બનેલી ઘટનાથી સૌકોઇ અજાણ હશે. 4 વર્ષીય દુષ્કર્મનો ભોગ બનેલી માસૂમ બાળકીનો પોલિસ અને પરિવાર તેની સારવાર માટે દર-દર ભટકવું પડ્યું. પોલિસ સાથે હોવા છતાં હોસ્પિટલ સત્તાધિશાવાળાઓએ સરવાર આપવાને બદલ હાથ ઉંચા કરી દેતા બાળકીનો જીવ જોખમમાં મુકાયો હતો. જો પોલિસ સાથે હોવા છતાં સાપવાર ન મળતી હોય તો સામાન્ય પ્રજાજનોની હાલત શું થતી હશે તે વિચારવું રહ્યું. (માસૂમ બાળકીના પિતાએ મેરા ગુજરાત સાથે ટેલિફોનિક વાતચીત કરી આપવિતી જણાવી.)

Advertisement

આજે તેના પછી બનેલી વાસ્તાવિકતાથી સૌકોઇ અજાણ હશે. આજે આ વાત લોકો સમક્ષ મુકવાનો પ્રયાસ કરીશું કે, જે સાચી હકીકત પહોંચાડવી જરૂરી બને છે. 4 વર્ષની દીકરી દુષ્કર્મનો ભોગ બની પણ તેનો પરિવાર ગરીબ કહો કે મધ્યમવર્ગીય, અભણ કહો કે, અભ્યાસુ, પણ શું સારવાર માટે કોઇ ક્વોલિટીની જરૂર ખરી ? અને તેમાંય તો કોઇ દીકરી દુષ્કર્મનો ભોગ બની હોય તો હોસ્પિટલ સંચાલકો એમ કહી શકે ખરા કે તબીબ હાજર નથી ? તબીબ હોય કે ન હોય, હોસ્પિટલ સંચાલકોએ આવી સ્થિતિમાં કોઇપણ ભોગે તબીબને તાત્કાલિક બોલાવવો પડે, કારણ કે, કોઇ દીકરીની જિંદગીનો સવાલ છે. તબીબની પ્રાથમિકતા નથી કે, ગંભીર હાલતમાં હોસ્પિટલના દરવાજે આવેલ દર્દીની સારવાર કરે પછી બીજું ? દર્દીઓ તબીબને ભગવાન માને છે પણ કેટલાક સંચાલકો અને તબીબોમાં અહંકાર આવી જતાં મહિસાસુરનો અહેસાસ કરતા થઇ જાય છે, જેથી આવી પીડિત 4 વર્ષીય દીકરી ક્યારેક ભણી-ગણીને મા દુર્ગા પણ બની શકે છે.

Advertisement

આપને સમજાશે નહીં પણ આ વાત એવી છે કે, તમારા શરીરે કંપારી છૂટશે. વાત જાણે એમ છે કે, બે દિવસ પહેલા હોળી પર્વની રાત્રીએ માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં 24 વર્ષીય ગાજર તરીકે પંકાયેલા નરાધમ યુવકે એક પરિવારની 4 વર્ષીય દીકરીને ઘર આગળ ઉંઘી રહેલી હાલતમાં જોતા નરાધમ યુવકના મનમાં વાસનાનો કીડો સળવળતા બાળકીને ખેતરમાં ઉઠાવી જઈ દૂષ્કર્મ આચરી ખેતરમાં તરછોડી ફરાર થઈ ગયો હતો. પરિવારે બાળકીની શોધખોળ કરતા ખેતર નજીક રડતી મળી આવતા અને બાળકી સાથે અઘટીત ઘટના બની હોવાનું જણાઈ આવતા પરિવારજનોની હાલત પગ નીચેથી ધરતી સરકી ગઈ હોય તેવી બની હતી. દુષ્કર્મનો ભોગ બનેલ 4 વર્ષની બાળકીની માતાએ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા નરાધમ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડ્યો હતો. વાત અહીંથી અટકતી નથી.

Advertisement

જ્યારે આ સમગ્ર ઘટના ઘટી ત્યારે દીકરીની હાલત ખૂબ જ ગંભીર હતી, બાળકી સાથે દુષ્કર્મ થતાં ખૂબ જ લોહી વહેતું હતું, માટે ગંભીર હાલતમાં તાત્કાલિક સારવારની તાતી જરૂરીયત હતી, માટે પહેલા વાત્રક હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી, જ્યાં પીડિત પરિવારને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે, તબીબો હાજર નથી. પિતા દિલ પર પથ્થર મુકીને હોસ્પિટલ સંચાલકોના જવાબથી પગ તળેથી જમીન સરકી ગઇ, ત્યાંથી દોટ મુકી પરિવારજનો મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે પહોંચ્યો, ત્યાંથી પણ રટણ કરેલ જવાબ આપી દઇ પરિવારજનને તગેડી મુકાયો. ભોગ બનનાર દીકરીના પિતાનું કહેવું છે કે, દુષ્કર્મની ઘટના પછી સારવારની તાતી જરૂરિયા હતી કારણ કે બ્લિડિંગ ખૂબ જ થતું હતું, પણ જિલ્લાની એકેય હોસ્પિટલમાં સારવાર તો ઠીક, યોગ્ય જવાબ પણ ન મળ્યો, અને આખરે સાબરકાંઠા જિલ્લાની સરકારી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાની ફરજ પડી, હાલ દીકરીની સ્થિતિ સારી છે અને આરોગ્ય સેવાઓના અભાવથી પીડિત પરિવાર ખૂબ દુ:ખી છે.

Advertisement

બન્ને હોસ્પિટલમાં પોલિસ સાથે હોવા છતાં પરિવારજનો અને પોલિસ કર્મચારીઓ દીનતાપૂર્વક આજીજી કરતા રહ્યા પણ સાહેબ રજા પર છે એટલે રજા પર છે. આવું તો કાંઇ ચાલે, ? આ બાબતે જિલ્લા વહીવટી તંત્રએ કડક કાર્યવાહી કરવી જોઇએ તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

જિલ્લામાં સિવિલ હોસ્પિટલ ન હોવાથી દર્દી દર-દર ભટક્યો !

Advertisement

અરવલ્લી જિલ્લાની રચના થયાને આઠ વર્ષ જેટલો સમય વિતી જવા આવ્યો તેમ છતાં હજુ સુધી સિવિલના કાંઇ જ ઠેકાણાં ન હોવાથી લોકો સારવાર માટે દર-દર ભટકી રહ્યા છે, અને કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે, પણ તંત્ર પોતાની મસ્તીમાં મસ્ત હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય દર્દી તો ઠીક, દુષ્કર્મનો ભોગ બનેલી ફૂલ જેવી અને નરાધમે પીંખી નાખેલ દીકરીને સારવાર ન મળે તે કેટલી હદે યોગ્ય છે, તેવું જિલ્લા વહીવટી અને પોલિસ તંત્રને લોકો પૂછી રહ્યા છે. શું આ મામલે કાર્યવાહી થશે કે નહીં ? કોના પાપે દીકરીને સારવાર માટે દર-દર ભટકવું પડ્યું ?

Advertisement

બાળકીને બન્ને સંસ્થાની હોસ્પિટલમાંથી સારવાર નહીં આપતા તગેડી મુકાઈ અને તાત્કાલિક રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં હિંમતનગર લઇ જવાઈ હતી, જ્યાં તેને નવજીનન મળ્યું પણ પરિવારજને જિંદગીભરનો અફસોસ રહેશે કે, જિલ્લા વહીવટી તંત્રના આશીર્વાદથી હોસ્પિટલ હોવા છતાં કોઇ જ મદદ ન મળી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!