32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ રાહુલ ગાંધીના સમર્થમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન યથાવત, ભિલોડામાં વિરોધ કરતા કોંગી નેતાઓની...

રાહુલ ગાંધીના સમર્થમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન યથાવત, ભિલોડામાં વિરોધ કરતા કોંગી નેતાઓની અટકાયત

0
161

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રોડ પર ઉતર્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ તેની અસર જોવા મળી રહી છે. ભિલોડામાં મઉં ચાર રસ્તા પર કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપનો વિરોધ કરી કોંગ્રેસના આગેવાનોએ ધરણા કર્યા હતા. ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી જેવા ભાજપ વિરોધી સુત્રોચ્ચાર પોકાર્યા હતા.

અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભિલોડા પોલીસ સ્ટેશન પી.એસ.આઈ હેના શેલારની રાહબરી હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસે કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ધરણા પ્રદર્શન કરતા તમામ કોંગી નેતાઓની પોલિસે અટકાયત કરી હતી.

અરવલ્લી જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ પારઘી,ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ / વનરાજભાઈ ડામોર,પુર્વ પ્રમુખ બલભદ્રસિંહ ચંપાવત,તાલુકા પંચાયત સદસ્યો અનિલભાઈ હડુલા,કાંતિલાલ ખરાડી,જયેશભાઈ ઠાકોર,ચંદ્રપાલસિંહ ચંપાવત, હર્ષદભાઈ ત્રિવેદી,કંદર્પભાઈ પટેલ,જીતુભાઈ બરંડા સહિત ધાર્મિકભાઈ પટેલ સહિત કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપનો જોરશોરથી પ્રચંડ વિરોધ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!