અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે જીલ્લા સેવાસદન નજીક દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડી કારમાંથી 1.65 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી ફરાર કાર ચાલક બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા બુટલેગર પોલીસને ચકમો મારવા યુ-ટર્ન મારતા દીવાલ સાથે ભટકતા કારમાં રહેલો બુટલેગર કૂદીને ફરાર થઇ જતા અને પીછો કરતી પોલીસ પહોંચતા નજીક ફેકટરીમાં કામ કરતા શ્રમિકો જાણે કોઈ ફિલ્મનું એક્શન દ્રશ્ય જોઈ રહ્યા હોવાનો અહેસાસ અનુભવ્યો હતો
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધતા શામળાજી તરફથી શંકાસ્પદ ઇકો કાર મોડાસા તરફ આવી રહી હોવાની બાતમી એલસીબીને મળતા પોલીસ જીલ્લા સેવાસદન નજીક ઇકો કારને અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગરે કાર હંકારી મુકતા એલસીબી પોલીસે જીપમાં પીછો કરતા બુટલેગરે પોલીસને ચકમો આપવા જીઆઇડીસી નજીક કટ મારી પછી શામળાજી તરફ હંકારી મુકતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ નજીક રહેલી ફેક્ટરીની દિવાલને ધડાકાભેર કાર ભટકાતા બુટલેગર કારમાંથી ઉતરી નાસી છૂટ્યો હતો ફેકટરીમાં કામ કરતા શ્રમિકો બહાર દોડી આવ્યા હતા પોલીસ સ્થળ પર પહોંચી કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂ-બિયર ટીન નંગ-816 કીં.રૂ.165600 /- નો જથ્થો અને કાર મળી રૂ.4.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા





