29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ લો…બોલો બુટલેગરે ન્યુ બ્રાન્ડેડ બ્રેઝા કારમાં વિદેશી દારૂ ભરી મુહર્ત કર્યું :શામળાજી...

લો…બોલો બુટલેગરે ન્યુ બ્રાન્ડેડ બ્રેઝા કારમાં વિદેશી દારૂ ભરી મુહર્ત કર્યું :શામળાજી પોલીસે કારમાંથી 1.16 લાખનો દારૂ ઝડપ્યો, બુટલેગર ફરાર

0
240

ગાંધીના ગુજરાતમાં બુટલેગરો દારૂ બંધીનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે બુટલેગરો દારૂની હેરાફેરીમાં લકઝુરિયસ વાહનોનો ઉપયોગ કરી પોલીસની આંખમાં ધૂળ નાખતા હોય છે શામળાજી પોલીસે આશ્રમ ચાર રસ્તા નજીકથી દારૂ ભરેલી ન્યુ બ્રાન્ડેડ બ્રેઝા કારનો પીછો કરી ગુણિયાકુવા નજીકથી ઝડપી પાડી કારમાંથી 1.16 લાખથી વધુનો શરાબ જપ્ત કર્યો હતો બુટલેગર કાર મૂકી ફરાર થઈ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી બુટલેગરની ન્યુ બ્રાન્ડેડ બ્રેઝા કારમાં દારૂની ખેપ મારવાના મુહર્ત પર બ્રેક મારી દીધી હતી

શામળાજી પોલીસે આશ્રમ ચાર રસ્તા પર વાહનોનું ચેકીંગ હાથધરતા ભિલોડા બાજુથી શંકાસ્પદ ઝડપ સાથે આવતી ન્યુ બ્રાન્ડેડ કારને અટકાવવા જતા બુટલેગરે કારનો યુ-ટર્ન મારી કાર ભિલોડા તરફ હંકારી મુકતા પોલીસે દારૂ ભરેલી કારનો ફિલ્મીઢબે પીછો કરતા બુટલેગર ગુણિયાકુવા નજીક હાંફી જતા પોલીસ પકડથી બચવા કાર રોડ પર મૂકી ખેતરોમાં ખોવાઈ ગયો હતો પોલીસે બિનવારસી કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-158 કીં.રૂ.116300/- અને કાર મળી રૂ.6.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!