32 C
Ahmedabad
Tuesday, May 28, 2024

સાબરકાંઠા: વિજયનગર ના પાલ સંચરાઇ માતાના મંદિરને જોડતા પુલ સહિતત્રણ નવા કોઝવે પુલનું ખાતમુહૂર્ત


હવે ભિલોડાથી વિજયનગરનો ટૂંકો માર્ગે મળવા સાથે જુસાવાડાથી હવે સીધા રાજસ્થાન જઈ શકાશે

Advertisement

વિજયનગર,

Advertisement

વિજયનગર તાલુકામાંથી પસાર થતી હાથમતી નદી ઉપર જુદા જુદા ત્રણ સ્થળોએ આજરોજ નવા ત્રણ કોઝવે પુલના નિર્માણ માટેની ખાતવિધિ સ્થાનિકો અને અંગે આગેવાનોની ઉપસ્થિતિમાં રાજ્ય સભાના સાંસદના હસ્તે કરવામાં આવી હતી.

Advertisement

હાથમતી નદી ઉપર પાલ સંચરાઇ માતાના મંદિરને જોડતા કોઝવે પુલ સહિત જે ત્રણ કોઝવેનું દરેકનું રૂ.1.64 કરોડ લેખે અંદાજે રૂ.પાંચ કરોડના માતબર ખર્ચે નિર્માણ થનાર છે ત્યારે આજરોજ આ ત્રણેય સ્ટ્રક્ચર માટેની ખાતવિધિ પ્રસંગે રાજ્યસભાના સભ્ય રમિલાબેન બારાએ જણાવ્યું કે આ ત્રણ સ્ટ્રક્ચરનું કામ પૂરું થતાં જ હવે તાલુકાના 150 ૫થી વધુ ગામોની જનતા માટે આશીર્વાદ સમાન નીવડશે.

Advertisement

આસ્થાનું ધામ સંચરાઈ મંદિરે જવા પુલ મળતા અને તે પછી રસ્તો પણ બનતા નદીમાં થઈને શ્રદ્ધાળુઓને માટે દર્શને જવા આવવાનું જોખમ ટળશે અને સુગમતા ઉભી થવા સાથે આ મંદિર ધામનો મોટો વિકાસ થવાના દ્વાર પણ ખુલી જશે.અન્ય યાત્રાધામોની હરોળમાં એનો વિકાસ થશે.આવનારા દિવસોમાં રોપ-વે પણ થઈ શકશે.

Advertisement

આજ રોજ જે ત્રણ સ્ટ્રક્ચર નિર્માણની ખાતવિધિ થઈ એમાં પાલ સંચરાઇ માતા મંદિર તરફ પુલના ખાત મુહર્ત , દંતોડથી જુસાવાડા પુલ નું ખાત મુહર્ત અને ચિત્રોડીથી વિરપુર જતા પુલ નું ખાર્ત મૂર્હતનો સમાવેશ થાય છે. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ ધિરુભાઈ પટેલ, તા.પં. પ્રમુખ દિપકભાઈ નિનામા અને કણાદ૨ જિલ્લા પંચાયત સદસ્ય લિનાબેન અને વિજયનગર ભારતિય જનતા પાર્ટીના મહમંત્રી કિરીટ ભાઈ એલ.સડાત અને જંયતીભાઈ પટેલ નરસીહભાઈ પાડોર સહિત કાર્યકરો ,સરપંચો, તાલુકા સદસ્યો અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!