અરવલ્લી જિલ્લાની રચના થયા પછી નવીન કચેરીઓની ફાળવણી કરવામાં આવી રહી છે, તો કેટલીક કચેરીઓ આવવાની બાકી છે. જિલ્લા કક્ષાની કચેરીઓ માટે જિલ્લા સેવા સદન બનાવવામાં આવ્યું હતું, જ્યાં જિલ્લાની મોટાભાગની કચેરીઓ કાર્યરત કરાઈ છે, પણ જિલ્લા સેવા સદનમાં ચાલતી મોડાસા મામલતદાર કચેરીને કારણે અરજદારો એ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને મોડાસા શહેરી વિસ્તારના લોકો તેમજ તાલુકાના અરજદારોએ ત્રણ થી ચાર કિ.મી.દૂર જિલ્લા સેવા સદન આવવું પડે છે. સામાન્ય રીતે તાલુકા કક્ષાની કયેરી તો જે-તે શહેરી વિસ્તારમાં જ હોવી જોઈએ અને આ બાબતે પૂર્વ કલેક્ટરે પણ નોંધ્યું હતું. સૂત્રો તરફથી એ પણમાહિતી મળી હતી કે આ બાબતે જગ્યા જોવાની વાતો પણચાલી હતી, પણ કોઈ આગળ કાર્યવાહી ન થઇ તે યક્ષ પ્રશ્ન છે.
કોને પડે છે હાલાકી
સામાન્ય રીતે વયોવૃદ્ધ પેન્શન માટે પહેલા નગર પાલિકાથી દાખલો લાવો પડે છે અને ત્યારબાદ મોડાસા મામલતદાર કચેરીએ જવું પડતું હોય છે. એટલું જ નહીં કેટલાક કામ તો પાલિકા અને મામલતદાર કચેરી સાથે સંલગ્ન હોય છે જેથી જો કોઈ એક કાગળ કે બીજી કોઈભૂલ થઈ ગઈ હોય તો છેક મામલતદાર કચેરીથી શહેરી વિકાસ ફરીથી પાછા પરવું પડે છે. જેમાં પેન્શનના લાભાર્થી તેમજ વયોવૃદ્ધ સહિત અન્ય અરજદારોને હાલાકીઓ પડી રહી છે.
મોડાસા શહેરી વિસ્તારમાં કઈ જગ્યાએ આવી શકે મામલતદાર કચેરી
મોડાસા મામલતદાર કચેરી શહેરી વિસ્તારમાં લાવવા માટે મકાનનો અભાવ હોવાની પણ વાતો સામે આવી હતી, પણ સિંચાઈના ક્વાર્ટર માં ઘણી જગ્યા છે, એટલું જ નહીં માલપુર રૉજ પર જુની કૉર્ટ નું મકાન પણ છે, જ્યાં હાલ પાણી પુરવઠા કચેરી કાર્યરત છે. અહીં મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી પણ આવી શકે એમ છે, અને પાણી પુરવઠા કયેરી જિલ્લા સેવા સદનમાં શિફ્ટ થઇ શકે તો આ સમસ્યાનું સમાધાન થઇ શકે એમ છે.
શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરી હોય તો શું ફરક પડે
સામાન્ય રીતે તાલુકા કક્ષાની મામલતદાર કચેરી શહેરી વિસ્તારમાં હોય તો અધિકારીની અવર-જવર રહે તો ટ્રાફિક ની સમસ્યા પર થોડું ધ્યાન રહે.
હાલ ની મામલતદાર કચેરીની જગ્યા ખૂબ જ ઓછી હોવાથી રેકર્ડ મુકવાની તકલીફ
હાલ મોડાસા મામલતદાર કચેરી જિલ્લા સેવા સદનમાં કાર્યરત છે પણ અહીં જગ્યાનો અભાવ હોવાથી રેકર્ડ મુકવા માટે પૂરતી જગ્યા નથી. કેટલાક રેકર્ડ તો મોડાસા બજાર વિસ્તારમાં આવેલી જુની મામલતદાર કચેરી ખાતે રખાયા છે તો કેટલાક રેકર્ડ જિલ્લા સેવા સદનના ત્રીજા માળ પણ હંગામી રેકર્ડ માટેની વ્યવસ્થા કરાઈ છે. અરજદારોને જુના રેકર્ડ મેળવવા હોય તો કર્મચારીઓ એ જુની મામલતદાર કચેરી બજાર વિસ્તારમાં આવવું પડે છે જેને લઇને સમયનો વેડફાટ થાય છે અને અરજદાર પણ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે.
મોડાસા મામલતદાર કચેરીને હેરી વિસ્તારમાં લાવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે, તાલુકાની કચેરી તો શહેરીમાં જ હોય તેવું પૂર્વ અધિકારીઓએ પણ માન્યું હતું અને આ બાબતે ચર્ચાઓ પણ ચાલી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.





