અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે જીલ્લામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ ચલાવી રહ્યા છે જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો, ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લીધી છે જીલ્લા પેરોલ ફર્લો ટીમે રાજેન્દ્રનગર ચોકડી નજીક ખાનગી વાહનમાંથી ધાંધિયાના અને હિંમતનગર રહેતા પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
અરવલ્લી પેરોલ ફર્લો પીએસઆઇ બી.કે.ભુનાતર અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા વોચ ગોઠવાતા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો બુટલેગર સંજય ઉર્ફે લાલો અમૃત પારઘી (રહે, ધાંધિયા-મેઘરજ, હાલ રહે,વિનાયક નગર હડિયોલ પુલ છાપરીયા રોડ- હિંમતનગર) રાજેન્દ્રનગર ચોકડી નજીક ખાનગી વાહનમાં હોવાની બાતમી મળતા તાબડતોડ ખાનગી વાહન કોર્ડન કરી બુટલેગર સંજય ઉર્ફે લાલા પારઘીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી