33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : SP સંજય ખરાતે બુટલેગરને ઢોર માર મારનાર ભિલોડાના પોલીસકર્મીઓ સામે...

અરવલ્લી : SP સંજય ખરાતે બુટલેગરને ઢોર માર મારનાર ભિલોડાના પોલીસકર્મીઓ સામે તપાસના આદેશ આપ્યા,યોગ્ય કાર્યવાહી થશે

0
252

કાયદો હાથમાં લઇ બુટલેગર પર બેરરહેમી પૂર્વક તૂટી પડેલા 4 પોલીસકર્મીઓ અને હોમગાર્ડ જવાન સામે ન્યાયીક તપાસ કરવામાં આવેની લોક માંગ
ભિલોડા પોલીસકર્મીઓ પર ઢોર માર મારી 1.80 લાખ રૂપિયા પડાવી લીધાની આક્ષેપ સાથે અરજી કરનાર પરભુલાલ હિંમતનગર પોલીસ ચોપડે વોન્ટેડ બુટલેગર હોવાની ચર્ચા
ભિલોડા પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મીઓ અને હોમગાર્ડ બચવા માટે વહીવટદારોના શરણે..!!

ભિલોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર બુઢેલી નજીક પસાર થતા સામેથી સ્વીફ્ટ કારમાં આવેલા પોલીસકર્મી નલીનકુમાર બાબુભાઈ, જતીન અનિલભાઈ વાઘેલા,જીતુભાઇ સુવેરા અને હરીશભાઈ ભગોરા તેમજ એક હોમગાર્ડે રાજસ્થાનના ગતરાલી ગામના પરભુલાલ નાનજી દરંગાએ બુઢેલી નજીક તેમની કાર અટકાવી ઢોર મારમારી 1.80 લાખ રૂપિયા પડાવી લઇ ખોટા ગુન્હામાં ફસાવી દઈ જેલમાં પુરી દેવાની ધમકી આપી હોવાનો સનસનાટી ભર્યો આક્ષેપ સાથે જીલ્લા પોલીસવડાને અરજી કરતા પોલીસબેડામાં ભારે ચકચાર મચી હતી આ અંગેના સમાચાર મેરા ગુજરાતમાં પ્રસિદ્ધ થતા જીલ્લા પોલીસવડા સંજય ખરાતે તપાસના આદેશ આપ્યા હતા

અરવલ્લી જીલ્લા SP સંજય ખરાતે મેરા ગુજરાતના પ્રતિનિધિ સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાર કર્મીઓ અને હોમગાર્ડ વિરુદ્ધ રાજસ્થાનના બે શખ્સને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો પીડિતે કરેલ લેખિત અરજી મળી છે અને આ અંગે પીઆઇને તપાસ સોંપવામાં આવી છે જો પોલીસકર્મીઓની ભૂમિકા બહાર આવશે તો તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશેની માંગ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!