36 C
Ahmedabad
Saturday, May 11, 2024

Exclusive : મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉન વિસ્ફોટ મામલે મહાદેવ મહેશ્વરીના આગોતરા જામીન ના મંજુર થતાં મુશ્કેલી વધી


અરવલ્લી SP સંજય ખરાતે સમગ્ર કેસની તપાસ LCBને સુપ્રત કરતા પોલીસનો તપાસનો ધમધમાટ

મોડાસા-હિંમતનગર રોડ પર આવેલ મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનમાં ગત ગુરુવારે બપોરના સુમારે જબરજસ્ત વિસ્ફોટ સાથે ભીષણ આગ લાગતા આંખના પલકારામાં ગોડાઉન રાખમાં ફેરવાતા ગોડાઉનમાં સેન્ટીંગનું કડિયાકામ કરતા ચાર શ્રમિકો ભડથું બની ગયા હતા ગોડાઉન માલિક દેવકીનંદન અને મહાદેવ મહેશ્વરી સામે માનવવધનો ગુન્હો નોંધાતા બંને બંધુ ભૂગર્ભ ઉતરી ગયા છે છેલ્લા દસ દિવસથી માનવવધના ગુન્હામાં નાસતા-ફરતા મહાદેવે જીલ્લા સેશન કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા સોમવારે હીયરીંગ થયા પછી નામદાર કોર્ટે આજે આરોપીના આગોતરા જામીન ના મંજુર કરતા આરોપીઓના પરિવારજનોમાં સોપો પડી ગયો હતો

Advertisement

મહેશ્વરી ક્રેકર્સ અગ્નિકાંડ કઈ રીતે સર્જાયો હતો વાંચો હાલ શું છે સમગ્ર ઘટનાક્રમની સ્થિતિ
મોડાસા-હિંમતનગર રોડ પર આવેલ મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનમાં ગત ગુરુવારે બપોરના સુમારે જબરજસ્ત વિસ્ફોટ સાથે ભીષણ આગ લાગતા આંખના પલકારામાં ગોડાઉન રાખમાં ફેરવાતા ગોડાઉનમાં સેન્ટીંગનું કડિયાકામ કરતા ચાર શ્રમિકો ભડથું બની ગયા હતા ગોડાઉન માલિક દેવકીનંદન અને મહાદેવ મહેશ્વરી સામે માનવવધનો ગુન્હો નોંધાતા બંને બંધુ ભૂગર્ભ ઉતરી ગયા હતા પરિવાર પણ અન્ય સ્થળે સ્થળાંતર કરી ગયો હતો મહેશ્વરી બ્રધર્સને ઝડપી પાડવા ચાર ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જો કે ઘટનાના 10 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે મહેશ્વરી બ્રધર્સએ રાજસ્થાનના સાંચોર પંથકમાં છુપાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

Advertisement

લાલપુરકંપા નજીક આવેલ મહેશ્વરી ક્રેકર્સ નામના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા 4 શ્રમિકો જીવતા હોમાઈ ગયા હતા ગોડાઉન માલિક દેવકીનંદન અને મહાદેવ મહેશ્વરી સામે માનવવધનો ગુન્હો નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે પોલીસ પકડથી બચવા હવાતિયાં મારી રહ્યા છે બંને આરોપીને શોધવા પોલીસની ચાર ટીમનો પનો ટૂંકો પડી રહ્યો છે મહેશ્વરી બ્રધર્સએ રાજસ્થાનના સાંચોર પંથકમાં બાહુબલી રાજકીય અગ્રણીના ત્યાં આશરો લીધો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે મહેશ્વરી બંધુ અરવલ્લી જીલ્લા પોલીસતંત્રને હંફાવી રહી છે હાલ સમગ્ર જીલ્લાના લોકો મહેશ્વરી બંધુ પોલીસ ક્યારે ઝડપી પાડશે..?

Advertisement

મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનમાં વિસ્ફોટ પછી લાગેલી ભીષણ આગમાં રાજસ્થાની ચાર યુવાન શ્રમિકોના મોત નિપજતા લોકોમાં પણ ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ગોડાઉન આજુબાજુના વિસ્તારના લોકો અત્યારે પણ યાદ કરતાની સાથે ધ્રુજી ઉઠે છે શ્રમિકોના ઘરે માતમ છવાયો છે શ્રમિક પરિવારો પણ પોલીસ સામે ન્યાયની મીટ માંડી બેઠી રહી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!