29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : મોદી સરકારના સુશાસનના નવ વર્ષની સફળતાની ઉજવણીમાં મોડાસા વિધાનસભાનું લાભાર્થી...

અરવલ્લી : મોદી સરકારના સુશાસનના નવ વર્ષની સફળતાની ઉજવણીમાં મોડાસા વિધાનસભાનું લાભાર્થી સંમેલન યોજાયું 

0
245

ભારતમાં નરેન્દ્ર મોદી સરકારને 9 વર્ષ પૂરા થઈ રહ્યા છે, જેથી ભાજપ સમગ્ર દેશમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું હોવાની સાથે મોદી સરકારની 9 વર્ષની ઉપલબ્ધીઓ અને સિદ્ધિઓ જન જન સુધી પહોંચતી કરવા અભિયાન હાથધરવામાં આવ્યું છે

ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સુશાસનના નવ વર્ષ ની સફળતા અંતર્ગત મોડાસા વિધાનસભા નું લાભાર્થી સંમેલન ભામાશા ઓડિટોરીયમ હૉલ મોડાસા ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં મોડાસાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર, સાબરકાંઠા – અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડ, જિલ્લા ભાજપા પ્રમુખ

રાજેન્દ્રભાઇ પટેલ સાથે જિલ્લા સંગઠન મહામંત્રી હસમુખભાઇ પટેલ, ભીખાજી ઠાકોર,અને મંડલ પ્રમુખ મહામંત્રી નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખ, અને જિલ્લા પંચાયત ના ચૂંટાયેલા સદસ્યો ની ઉપસ્થિતિ માં લાભાર્થિ ઓનું સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે મોડાસા વિધાનસભા ક્ષેત્ર ના તમામ યોજનાના લાભાર્થિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યોજનાઓના લાભાલાભ વિશે અને નવ વર્ષ ના શુસાશન માં લેવાયેલ પ્રજાલક્ષી દેશ હીત ના નીર્ણયો અંગે સંબોધન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!