asd
26 C
Ahmedabad
Wednesday, October 9, 2024

મોડાસા BBA કોલેજનું યુનિવર્સિટી પરિણામમાં ચાર વિધાર્થીઓ ટોપ-ટેનમાં ઝળકયા


Advertisement

હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા તાજેતરમાં યોજાયેલ બી.બી.એ. સેમેસ્ટર – ૨ માર્ચ ૨૦૨૩નું પરિણામ જાહેર થયેલ જેમાં બી.બી.એ. કોલેજ, મોડાસાનું પરિણામ બહાર પડેલ છે. બી.બી.એ. કોલેજની વિદ્યાર્થીની ભવ્ય આશિષભાઈ શેઠ ૬૦૦ માંથી ૪૭૪ ગુણ પ્રાપ્ત કરી સમગ્ર યુનિવર્સિટીમાં ૩ (ત્રીજો) અને કોલેજમાં પ્રથમ માહીનખાન રસિદખાન પઠાણ ૬૦૦માંથી ૪૭ર ગુણ પ્રાપ્ત કરી સમગ્ર યુનિવર્સિટીમાં ૪ (ચોથો) અને કોલેજમાં દ્વિતિય જયારે પટેલ ધ્યાની અશોકભાઈએ ૬૦૦ માંથી ૪૫૭ ગુણ પ્રાપ્ત કરી સમગ્ર યુનિવર્સિટીમાં ૯ (નવમો) કોલેજમાં તૃતિય જયારે મન્સુરી વારીસ ઈકબાલભાઈએ ૬૦૦માંથી ૪૫૪ પ્રાપ્ત કરી સમગ્ર યુનિવર્સિટીમાં ૧૦ (દસમો) કોલેજમાં ચતુર્થ સ્થાન પ્રાપ્ત કરેલ છે. કોલેજના આચાર્ય ડૉ, તુષારભાઈ ભાવસારના જણાવ્યા અનુસાર યુનિવર્સિટીના પરિણામ કરતા વધુ પરિણામ લાવવાની પરંપરા કોલેજે જાળવી રાખીને મોડાસા શહેરનું અને બી.બી.એ કોલેજનું ગૌરવ વધારેલ છે, જે બદલ મંડળના પ્રમુખશ્રી નવિનચંદ્ર આર. મોદી, ઉપપ્રમુખશ્રી મહેન્દ્રભાઈ શાહ (મામા) મંત્રીશ્રી આર. પી. શાહ, તથા કોલેજના આચાર્ય ર્ડા. તુષાર એમ. ભાવસાર તથા ટીંચીંગ અને એડમીન સ્ટાફે આ અમૂલ્ય સિધ્ધી બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!