અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનાઓ છાસવારે બની રહી છે જેમાં અનેક લોકો મોતને ભેટી ચુક્યા છે મોડાસા તાલુકાના મણિપુર કંપાના યુવકની કાર જીવણપુર નજીક અગમ્ય કારણોસર રોડ પરથી ત્રણ ચાર પલ્ટી ખાઈ ખાડામાં ખાબકતાં કાર ચાલક યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું કારનો કડૂચાલો વળી ગયો હતો ગામ નજીક યુવકની કાર પલ્ટી જતા પરિવારજનો સહીત મોટી સંખ્યામાં લોકો સ્થળ પર દોડી આવ્યા હતા મણિપુર કંપા ગામના કચ્છ કડવા પાટીદાર સમાજના યુવક મોતને ભેટતા શોકનું મોજું ફરી વળ્યું હતું
મોડાસા શામળાજી સ્ટેટ હાઇવે પરના જીવનપુર પાસે શુક્રવારની રાત્રીએ મણિપુરા કંપા ગામનો યુવક મોડાસા થી કાર લઈ પરત ફરતા ચાલક યુવક ધ્રુવકુમાર જીતેન્દ્રભાઈ પટેલ નામના યુવકે ટ્રેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ પલટી જતા સર્જાયેલ માર્ગ અકસ્માતમાં ચાલક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ટીંટોઇ પોલીસે મૃતક ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, યુવકના મોત ની ઘટનાથી સમગ્ર પંથકમાં શોક ની લાગણી પ્રસરી હતી