37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : SOG એ કુણા પંથકમાંથી બંદૂક સાથે 1 શખ્શને દબોચ્યો, સાબરકાંઠા...

અરવલ્લી : SOG એ કુણા પંથકમાંથી બંદૂક સાથે 1 શખ્શને દબોચ્યો, સાબરકાંઠા SOG એ જામીન છૂટેલ આરોપીને ઝડપ્યો

0
401

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા એસઓજી પોલીસે મોડાસા તાલુકાના સાયરા નજીક આવેલા કુણા ગામના એક શખ્સને ઘરથી દેશી બંદૂક સાથે દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો સાબરકાંઠા એસઓજી પોલીસે વચગાળના જામીન પર છૂટી નાસતા-ફરતા આરોપીને હિંમતનગરના ભોલેશ્વર પાસેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી જીલ્લા એસઓજી પીઆઇ વી.વી.પટેલના માર્ગદર્શન હેઠળ જીલ્લા એસઓજી ટીમે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સઘન ચેકીંગ હાથધરાતા એસઓજી કર્મચારી દોલતસિંહ અને ખુમાનસિંહને કુણા ગામના સુરેશ ભૂરા મકવાણા જોડે દેશી બંદૂક હોવાની બાતમી મળતા એસઓજી પોલીસે તાબડતોડ બાતમી આધારિત ઘરે ત્રાટકી સુરેશ ભૂરા મકવાણાને દબોચી લઇ ઘરની તલાસી લેતા તેના ઘરમાંથી રૂ.૧૦ હજાર જેટલી કિંમતની દેશી બનાવટની એક નાળી બંદૂક મળી આવતા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કર્યવાહી હાથધરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

સાબરકાંઠા એસઓજી ઇન્ચાર્જ પીઆઈ કોમલ રાઠોડ અને તેમની ટીમે વચગાળાના જામીન જમ્પ કરી ફરાર દિપક પુનમાજી ભાટને હિમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં આંબેડકર સર્કલ પાસેથી ઝડપી પાડી હિંમતનગર જેલ ખાતે મોકલી આપ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!