34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home Politics & Current Affairs ડીનર ડિપ્લોમસી : ભરતસિંહે આપ્યું સૂત્ર “2022 કોંગ્રેસ લાવીશ”

ડીનર ડિપ્લોમસી : ભરતસિંહે આપ્યું સૂત્ર “2022 કોંગ્રેસ લાવીશ”

0

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હવે ડિનર ડિપ્લોમસી યોજીને નેતાઓ સાથે ચર્ચાઓનો દોર શરૂ થયો છે, પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા ડિનર ડિપ્લોમસી યોજા હતી, ત્યારે હવે કોંગ્રેસ પાર્ટી દ્વારા આ જ રણનીતિ હેઠળ કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.

2022-23ની વિધાનસભાની ચૂંટણી પહેલા ડીનર ડીપ્લામસીના નામે એક રીતે આ ધારાસભ્યોની બેઠક જ હતી, જેમાં મુખ્ય આગામી સમયની રણનીતીને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદમાં યોજાએલી કોંગ્રેસ આ ડીનર ડીપ્લોમસીની અંદર કોંગ્રેસી નેતાઓ એક થયા હતા ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા ભરતસિંહ સોલંકીએ વિધાનસભાની ચૂંટણી પહેલા સૂત્ર આપ્યું હતું. 2022 કોંગ્રેસ લાવીશ, આ સૂત્ર આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી છે. જો કે, આ પહેલા પણ અગાઉની ચૂંટણીમાં પણ નવ સર્જન સૂત્ર 2017ની ચૂંટણી પહેલા તેમના દ્વારા આપવામાં આવ્યું હતું.

આ સાથે જ અગાઉ કોંગ્રેસના હોદ્દેદારોની રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં બેઠક હતી તેમાં નવા માળખાને લઈને ચર્ચા કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરો કહ્યુ હતું કે, બે દિવસમાં નવા માળખાની જાહેરાત કરવામાં આવશે ત્યારે આ ડીનર ડીપ્લામસીની અંદર આ મહત્વની જાહેરાત પણ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!