38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી SOGએ મોડાસા ન્યુ બસ પોર્ટ વિસ્તારમાં ટહેલતા એટ્રોસિટી એક્ટના ગુન્હાના નાસતા-ફરતા...

અરવલ્લી SOGએ મોડાસા ન્યુ બસ પોર્ટ વિસ્તારમાં ટહેલતા એટ્રોસિટી એક્ટના ગુન્હાના નાસતા-ફરતા આરોપીને ઝડપી લીધો

0
150

 

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે પોલીસતંત્રને જીલ્લામાં ગુન્હા આચરી નાસતા ફરતા અને પેરોલ જમ્પ કરી ફરાર થનાર આરોપીઓને ઝડપી પાડવા શખ્ત કાર્યવાહીના આદેશને પગલે પોલીસે આરોપીઓ પર મજબૂત ગાળિયો કસી સતત નાસતા ફરતા આરોપીઓને ઝડપી જેલમાં ધકેલી રહી છે જીલ્લા એસઓજી પોલીસે માલપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને મોડાસા બસ સ્ટેન્ડ નજીકથી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી જીલ્લા એસઓજી ટીમે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી ગુન્હા આચરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એટ્રોસિટીના ગુન્હાનો આરોપી પ્રવીણ નાના ખાંટ (રહે,ઉભારણ-માલપુર) મોડાસા ન્યુ બસપોર્ટ વિસ્તારમાંથી પસાર થવાનો હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી રોડ પરથી પસાર થતો ઝડપી પાડી અટકાયત કરી માલપુર પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!