33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCBએ ધનસુરા નજીક ફિલ્મીઢબે પીછો કરી 94 હજાર દારૂ કારમાંથી...

અરવલ્લી : LCBએ ધનસુરા નજીક ફિલ્મીઢબે પીછો કરી 94 હજાર દારૂ કારમાંથી ઝડપ્યો, શામળાજી પોલીસે રાજકોટના બુટલેગરને દબોચ્યો

0
189

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની શખ્ત અમલવારી અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા દોડાદોડી કરી રહી છે જીલ્લા LCB પોલીસ સતત બીજા દિવસે બુટલેગરોનો પેતરો નિષ્ફ્ળ બનાવી ધનસુરા નજીક અલ્ટો કારમાંથી 141 બોટલ દારૂ ઝડપી લીધો હતો શામળાજી પોલીસે રાજકોટના પ્રશાંત ચૌહાણ નામના બુટલેગરને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

અરવલ્લી એલસીબી પોલીસે મોડાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરાતા રાજસ્થાન તરફથી અલ્ટો કારમાં દારૂ ભરી મોડાસા-ધનસુરા રોડ તરફ આવી રહી હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની હતી બાતમી આધારિત કાર આવતા અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કાર હંકારી મૂકી હતી પોલીસે પીછો કરી લહેરીપુરા કંપા પાસેથી બિનવારસી હાલતમાં ઝડપી પાડી કારમાંથી 94 હજાર જેટલો વિદેશી દારૂ સાથે 3.93 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

શામળાજી પોલીસે પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપી પ્રશાંત સુરેશભાઈ ચૌહાણ (રહે, મવડી ચોકડી,ક્રિષ્ના પાર્ક, રાજકોટ) ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!