33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : SOGએ રામગઢીમાંથી મુન્નાભાઈ MBBS ઝડપ્યો ,નકલી ડોક્ટર બનાવામાં જયેશ ગોરને...

અરવલ્લી : SOGએ રામગઢીમાંથી મુન્નાભાઈ MBBS ઝડપ્યો ,નકલી ડોક્ટર બનાવામાં જયેશ ગોરને ફાવટ આવી ગઈ,બીજીવાર પકડાયો

0
176

 

અરવલ્લી જીલ્લામાં ઝોલાછાપ 500થી વધુ નકલી તબીબોની હાટડીઓ ધમધમી રહી છે, જીલ્લા આરોગ્યતંત્ર ગાઢ નિંદ્રામાં પોઢી રહ્યું છે

ગુજરાતમાં ઉંટવૈદ્ય ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર નકલી ડોકટરો હાટડીઓ ખોલી બિંદાસ્ત લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે અરવલ્લી જીલ્લામાં એક નકલી તબીબ બીજીવાર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ઝડપાયો છે મેઘરજના રામગઢીમાં જયેશ દશરથ ગોર નામના ઉંટવૈદ્યની હિંમતની દાદ આપવી કે પછી હપ્તારાજની આડમાં કાયદાને ઘોળીને પી ગયો હોય તેમ બે વર્ષમાં બીજીવાર પોલીસની ઝપટે ચઢતા એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શનના જથ્થા સાથે એસઓજી પોલીસે દબોચી લીધો હતો

મેઘરજ તાલુકાના રામગઢી ગામમાં રહેતો નકલી ડોક્ટર જયેશ દશરથ ગોર નામનો મુન્નાભાઈ એમબીબીએસને બે વર્ષ અગાઉ જીલ્લા એસઓજી પોલીસે દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી તેમ છતાં ઉંટવૈદ્ય નકલી તબીબ થોડો સમય ધંધો બંધ રાખ્યા બાદ ફરીથી ઘરમાં ઉભા કરેલા દવાખાનામાં ગેરકાયદેસર ધૂમ એલોપેથીક પ્રેક્ટિસ કરી દર્દીઓને ઈલાજના નામે સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાનું ચાલુ કરતા જીલ્લા એસઓજી પોલીસને જયેશ દશરથભાઈ ગોર નામનો શખ્સ કોઈ પણ પ્રકારની મેડીકલ ડિગ્રી વગર તેના ઘરમાં ખાનગી દવાખાનું ચલાવતો હોવાની બાતમી મળતા તાબડ્તોડ ત્રાટકી જયેશ ગોરની અટકાયત કરી તેના ઘરેથી મોટા પ્રમાણમાં દવાઓ,ઇંજેક્શન સહીતનો મુદ્દામાલ અને રોકડ રકમ મળી રૂ.8 હજારથી વધુનો મુદ્દામાલ સાથે અટકાયત કરી તેની વિરુદ્ધમાં ઇપીકો કલમ-419 તથા ધી ગુજરાત રજીસ્ટ્રર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ-30 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!