અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા માટે સતત કાર્યશીલ છે જીલ્લા એલસીબી પોલીસે ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બામણવાડ ગામ નજીક વેગનઆર કારમાંથી 1.70 લાખ અને માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જીતપુર ચાર રસ્તા નજીક પતારવાળી હોટલ માંથી 1 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો મોડાસા કુમકુમ પાર્ટી પ્લોટમાં આનંદમેળામાંથી મોબાઈલ ચોરી કરનાર આરોપી સોયેબખાન ભુરાખાન મુસલમાનને ચોરીના મોબાઈલ સાથે દબોચી લીધો હતો આનંદમેળાનો કર્મી જ મોબાઈલની ચોરી કરી હતી
અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા રાજસ્થાનથી વેગનઆર કારમાં વિદેશી દારૂ ભરી બુટલેગર ગડાદર હાઇવે તરફ આવતો હોવાની બાતમી મળતા પોલીસે ગડાદર બ્રિજ નજીક વોચ ગોઠવી બાતમી આધારીત કારને અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગરે કાર હંકારી મુકતા ફિલ્મી ઢબે પીછો કરતા બામણવાડ ગામની નદી કિનારે કાર મૂકી બુટલેગર ફરાર થતા કાર માંથી પોલીસે રૂ.170500/- અને કાર મળી કુલ રૂ.6.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીતપુર ચાર રસ્તા નજીક પતરાવાળી હોટલમાં વિદેશી દારૂનો વેપલો થતો હોવાનો જીલ્લા એલસીબી પોલીસને બાતમી મળતા તાબડતોડ પતરાવાળી હોટલ પર ત્રાટકી તલાસી લેતા હોટલમાં કાપડની થેલીમાં સંતાડી રાખેલ ક્વાંટરીયા નંગ-7 કીં.રૂ.1050/- નો જથ્થો જપ્ત કરી હોટલના માલિક અજયસિંહ પ્રતાપસિંહ ખાંટ (રહે,જીતપુર, મૂળ રહે,મુલોજ-મોડાસા)ની ધરપકડ કરી વિદેશી દારૂ જથ્થો આપનાર મહેશ જાલા ખાંટ (રહે,ભુકાકુતરી) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી