31.6 C
Gujarat
Friday, September 11, 2026
Home Politics & Current Affairs નરેશ પટેલના રાજકારણમાં આવવાને લઈને તેમના પુત્ર શિવરાજે કરી આ વાત

નરેશ પટેલના રાજકારણમાં આવવાને લઈને તેમના પુત્ર શિવરાજે કરી આ વાત

0

નરેશ પટેલ રાજકારણમાં આવે તેને લઈને પટેલ સમાજના આગેવાનોમાં અત્યારથી હા અને ના એમ બે સૂર પુરાયા છે. જો કે મોટાભાગના આગેવાનોની ઈચ્છા છે તો કેટલાકે ખોડલધામમાં રહેવાની અને રાજકારણમાં ના જવાની વાત પણ કરી છે ત્યારે તેમનો પરીવાર શું ઈચ્છે છે તેને લઈને તેમના પુત્ર શિવરાજે પહેલીવાર ખૂલીને વાત કરી છે. નરેશન પટેલના દિકરા શિવરાજે મહત્વની વાત કરી હતી.

ઘણા બધા મને પૂછે છે કે તારા પપ્પા રાજકારણમાં આવવાને છે કે નહીં, પરંતુ મારી ઈચ્છા છે

નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે મીડીયા સાથે વાત કરતા કહ્યું કે, ઘણા બધા મને પૂછે છે કે, તારા પપ્પા રાજકારણમાં આવવાને છે કે નહીં, પરંતુ મારી ઈચ્છા છે કે તેઓ રાજકારણમાં આવે રાજકારણ એવી વસ્તુ છે કે, બધા ભેગા રહે તો સારું. એજ્યુકેશન અને હેલ્થ પર તેમનું ફોકસ હંંમેશાથી હોય છે. રાજ્યને મોટા કરવાના આ બે સૌથી મોટા પાયા છે.કયા પક્ષ સાથે પિતા જોડાવાના છે તેને લઈને શિવરાજે સ્પસ્ટતા નહોતી કરી. આ સાથે કહ્યું અમે ઘરે અમે નોર્મલ પરીવારની જેમ રહીએ છીએે. જો કે અગાઉ વાત થઈ હતી એ મુજબ નરેશ પટેલે વધુ સમય માંગ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!