29 C
Ahmedabad
Saturday, April 27, 2024

ખેડૂતોને પુરતી વિજળી આપવા ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ


હાલ સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને પૂરતી વીજળી નહીં મળતા ખેડૂતોએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

Advertisement

ખેડૂતોના ખેતરમાં વીજળી સળંગ 8 કલાક પહોંચવામાં ધાંધીયા થઈ રહ્યા છે. વીજ કંપનીઓ વીજળી આપવાના દાવા તો કરે છે પરંતુ 8 કલાક વીજળી નથી આપી શકતા ભારતી કિસાન સંઘ દ્વારા 72 કલાકમાં વીજ પુરવઠાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે અલ્ટીમેટમ આપવામાં આવી રહ્યું છે.

Advertisement

વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આને રાજકીય મુદ્દો કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવી રહ્યાે છે. ભારતીય કિશાન સંઘે સૌરાષ્ટ્રમાં પણ ઠેર ઠેર વિરોધ કર્યો છે. કોંગ્રેસ વીજળી મુદ્દે વિધાનસભામાં ચાલી રહેલા સત્ર દરમિયાન આ મહિનામાં આ પ્રકારે શર્ટ ઉતારી વિરોધ કર્યાે

Advertisement

જુનાગઠ, સુરત, બારડોલી, બનાસકાંઠા, ગીર, સોમનાથ તેમજ અરવલ્લી જિલ્લામાં વિરોધ થયા હતા ખેડૂતોએ સરકારી કચેરીઓમાં આવેદન પત્રો આપ્યા હતા. આમ સમગ્ર રાજ્યની અંદર આ મુદ્દો આજે વિધાસભાની શરૂઆત સાથે જ કોંગ્રેસ ઉપાડ્યો હતો.

Advertisement

જીતુ વાઘાણીએ કહ્યું જરૂર પડતા ઉંચા ભાવે વિજળી ખરીદીશું પરંતુ કોગ્રેસને ખેડૂતોને ઉશ્કેરવા સિવાય કોઈ કામ નથી. આ સાથે આ આંકડા રજૂ કરતા કહ્યું કે, 1960થી 1995 માત્ર 5,51,500 કૃષિ વિષયક જોડાણો આપવામાં આવ્યા જ્યારે  1995થી 2022 સુધી 14 લાખ 63 હજારથી વધુ જોડાણ આપવામાં આવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!