બાયડના બસ સ્ટેશન સામે આવેલા મોબાઈલની દુકાનમાં ગ્રાહક મોબાઈલ રીપેરીંગ કરવા આવ્યો હતો ત્યારે કાચના કબાટમાં મુકેલ ઈયર ફોન ચોરી કરી પલાયન થઈ ગયો હતો
તા.૧૪-૯-૨૦૨૩ના બપોરના સુમારે એક ગ્રાહક મારૂતી મોબાઈલની દુકાનમાં મોબાઈલ બગડતા રીપેરીંગ કરવા માટે આવ્યો હતો ત્યારે દુકાન માલીક સોનુભાઈ અરોરા તેનો મોબાઈલ લઈ ને રીપેરીંગ કરતા હતા ત્યારે આ ચોર ઈસમ દુકાનના ભાગે લગાવેલ કાચના કબાટમાં બોક્ષ પેકીંગ સાથે ઈયર ફોન ચોરી કરી પલાયન થયો ગયો હતો તે દિવસે દુકાનમાં ઈયરફોન બાબતે તપાસ કરતા ઈયરફોન દુકાનમાં મળેલ ન હતો ત્યારે દુકાન માલીકે બીજા દિવસે સી.સી.ટી.વી કેમેરામાં તપાસ કરતા ત્યારે માલુમ પડયો કે તા.૧૪-૯-૨૦૨૩ના બપોરના મારે જે ઈસમ મોબાઈલ રીપેરીંગ કરવા આવ્યો હતો ત્યારે આ ચોર ઈસમ ઈયરફોન ચોરી કરી પલાયન થઈ ગયો હતો દુકાન માલીકે સી.સી.ટી.વી કેમેરામાં ચોર ઈસમ ચોરી કરતો કેદ
થયેલો દેખાય છે.





