28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : SOGએ મોડાસાના આરીફ ઇપ્રોલીયાને દબોચ્યો, ઉદેપુર પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા...

અરવલ્લી : SOGએ મોડાસાના આરીફ ઇપ્રોલીયાને દબોચ્યો, ઉદેપુર પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા 13 વર્ષથી વોન્ટેડ હતો આરોપી

0
170

રાજસ્થાન પોલીસને છેલ્લા 13 વર્ષથી હંફાવી નાસતા-ફરતા આરોપી આરીફ ઇપ્રોલીયાને રાજસ્થાન ની ચૂંટણી નાડી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર રાજ્ય અને રાજ્ય બહાર ગુન્હા આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જીલ્લા એસઓજી પોલીસે રાજસ્થાનના ઉદેપુર શહેરના ગોવર્ધન વિલાસ પોલીસ સ્ટેશનમાં 13 વર્ષ અગાઉ અકસ્માતનો ગુન્હો કરી નાસતા ફરતા મોડાસા શહેરના આરીફ ઇપ્રોલીયા નામના આરોપીને દબોચી લઇ અટક કરી રાજસ્થાન પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી છે

અરવલ્લી જીલ્લા એસઓજી પીએસઆઈ સી.એફ.રાઠોડ અને તેમની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા ઉદેપુર શહેરના ગોવર્ધન વિલાસ પોલીસ સ્ટેશનમાં 13 વર્ષ અગાઉ ગુન્હાનો આરોપી આરીફ ગુલામ મોહમ્મદ ઇપ્રોલીયા (રહે,આસિયાના સોસાયટી અને હાલ બાગે ફિરદોષ સોસાયટી)માં રહેતો હોવાની અને આરોપી ઘરે હોવાની બાતમી મળતા એસઓજી પોલીસની ટીમ તાબડતોડ આરીફ ઇપ્રોલીયાના ઘરે ત્રાટકી આરોપીને ઝડપી પાડતા આરોપી અને તેના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા 13 વર્ષ અગાઉ ગુન્હા અંગે આરોપી અને તેનો પરિવાર પણ ભૂલી ગયો હોય તેમ બિંદાસ્ત રહેતો હોવાથી આરીફ ઇપ્રોલીયાના મોતિયા મરી ગયા હતા એસઓજી પોલીસે આરીફ ઇપ્રોલીયાની અટકાયત કરી રાજસ્થાન પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!