30.3 C
Gujarat
Monday, July 13, 2026
Home આંતરરાષ્ટ્રીય ચીન હિલોંગજિયાંગ પ્રાંતમાં કોલસાની ખાણમાં બ્લાસ્ટ, 11 લોકોના મોત

ચીન હિલોંગજિયાંગ પ્રાંતમાં કોલસાની ખાણમાં બ્લાસ્ટ, 11 લોકોના મોત

0
755

ચીનના હિલોંગજિયાંગ પ્રાંતમાં મંગળવારે કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતા 11 લોકોના મોત થયા છે. આ ખાણમાં સંચાલન કરતી શુયાંગયાશાન કોલસા કંપની પર અગાઉ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ વર્ષે પણ આ કંપની પર  10 વખત દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પ્રકારની દુર્ઘટના ના થાય તે માટે ચીન ખાણ સુરક્ષામાં સુધારા માટે સતત કામ કરી રહ્યું છે. ઓગસ્ટમાં પણ ચીનના શાંક્સી પ્રાંતમાં એક કોલસાની ખાણમાં વિસ્ફોટ થવાને કારણે 11 લોકોના મોત થયા હતા. સપ્ટેમ્બરમાં ગુઈઝોઉ પ્રાંતમાં કોલસાની ખાણમાં આગ લાગવાને કારણે 16 લોકોના મોત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!