ચીનના હિલોંગજિયાંગ પ્રાંતમાં મંગળવારે કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતા 11 લોકોના મોત થયા છે. આ ખાણમાં સંચાલન કરતી શુયાંગયાશાન કોલસા કંપની પર અગાઉ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ વર્ષે પણ આ કંપની પર 10 વખત દંડ ફટકારવામાં આવ્યો છે.
Advertisement
આ પ્રકારની દુર્ઘટના ના થાય તે માટે ચીન ખાણ સુરક્ષામાં સુધારા માટે સતત કામ કરી રહ્યું છે. ઓગસ્ટમાં પણ ચીનના શાંક્સી પ્રાંતમાં એક કોલસાની ખાણમાં વિસ્ફોટ થવાને કારણે 11 લોકોના મોત થયા હતા. સપ્ટેમ્બરમાં ગુઈઝોઉ પ્રાંતમાં કોલસાની ખાણમાં આગ લાગવાને કારણે 16 લોકોના મોત થયા હતા.
Advertisement
Advertisement