કેટલીક જગ્યાએ તો ઓફિસ શરૂ કરી ખેલ ચાલુ કરી દેવાયો છે,,, પછી તાળાંં લાગી જાય તો…..
Advertisement
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે કહેવતને સાર્થક કરતી અનેક ઘટનાઓ બની હોવા છતાં લાલચુ સ્વભાવના પગલે અનેક લોકો કંપનીઓ ખોલી કે પછી સ્કીમ મૂકી મૂડી રોકાણ પર ઉંચા વળતરની લાલચ આપી લાખ્ખો-કરોડો રૂપિયા એજન્ટ અને દલાલો મારફતે સેરવી લઇ રાતોરાત ઓફિસના શટર પાડી રફુચક્કર થઈ ગયા હોવાના સતત કિસ્સા બની રહ્યા છે અરવલ્લી જીલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં સહારા,પર્લ્સ ,એચબીએન,આદર્શ ક્રેડિટ મંડળી, ગોથાજી,સનસાઈન સહીત અનેક કંપનીઓ ફડચામાં જતા કે પછી ગોલમાલ કરી રોકાણ કારોના કરોડો રૂપિયા સાલવાઈ ગયા હોવા છતાં લાલચુ લોકોના પગલે જીલ્લામાં ફરીથી ત્રણ ચાર કંપનીઓ અને સ્કીમ મૂકી લોકોને ખંખેરવાનો ખેલ ચાલુ થતા આગામી સમયમાં રોકાણકારોને કોઠીમાં મોઢું સંતાડી રોવાનો વારો આવે તો નવાઈ નહીં…!!!
અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા બે વર્ષથી ત્રણ ચાર કંપનીઓ અને સ્કીમમાં રોકાણ કરાવી એક કા ડબલ કરી આપતી અનેક સ્કીમો અંદરખાને ચાલી રહી છે કેટલીક કંપનીઓ હોટલોમાં મોટી મોટી પાર્ટીઓના તમાશા કરી રોકાણકારોને લલચાવવામાં આવી રહ્યા છે એજન્ટો અને દલાલોને ઉંચા કમિશન આપવાની સાથે પ્રોત્સાહક ગિફ્ટ આપી રોકાણકારો લાવવા માટે સતત ટાર્ગેટ આપવામાં આવી રહ્યા છે ઊંચા કમિશનની લાલચમાં અનેક યુવકો અને નોકરિયાત વર્ગના લોકો પણ આવ લેભાગુ કંપનીઓ અને પોન્જી સ્કીમના એજન્ટ બની સમાજના મિત્ર વર્તુળના અને પરિવારજનોના મહેનતના પૈસા રોકાણ કરાવી રહ્યા છે રોકાણકારોને મૂડી પર વાર્ષિક 36 થી 48 ટકા વળતર આપતા લાલચુ લોકો હજ્જારો-લાખ્ખો રૂપિયા ડિપોઝીટ પેટે મૂકી રહ્યા છે દર મહિને ત્રણ થી પાંચ ટકા વ્યાજ રોકાણકારો ચૂકવી લેભાગુ કંપનીઓ જાળ બિછાવી રહી હોવાની જાગૃત નાગરિકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે