
અરવલ્લી SP શૈફાલી બારવાલે પ્રોહીબીશનની શખ્ત અમલવારી માટે જીલ્લા પોલીસતંત્રને સૂચના આપતા સતત દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે મોડાસા રૂરલ પોલીસને અંધારામાં રાખી કેશરપુરા કંપા નજીક સ્વીફ્ટ કારમાંથી 43 હજારના દારૂ સાથે એક બુટલેગરને દબોચી લીધો હતો કારમાં રહેલ ગાજણ ગામનો બુટલેગર રૂદ્રપાલસિંહ પરમાર ફરાર થઇ જતા ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા એલસીબી પોલીસની મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં સફળ રેડથી રૂરલ પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે

અરવલ્લી એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા મોડાસા ત્રણ રસ્તા થઇ કેશરપુરાકંપા તરફ દારૂ ભરેલી સ્વીફ્ટ કાર આવી રહી હોવાની બાતમી મળતા એલસીબી સતર્ક બની કેશરપુરાકંપા થી પાલનપુર રોડ પર નાકાબંધી કરી કારને અટકવાવાનો પ્રયત્ન કરતા કારને અટકાવવાનો પ્રયત્ન કરતા બુટલેગરે રખિયાલ તરફ કાર હંકારી મુકતા રોડ નજીક પિલર સાથે ટકરાઇ ખેતરમાં ઉતરી જતા કારમાં રહેલા બંને બુટલેગરો દોટ લગાવતા પોલીસે ખેતરમાં પીછો કરી નારણ કાંતિ મોડિયા (રહે,વેજપુર-ભિલોડા)ને દબોચી લઇ કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-308 કીં.રૂ.43800/-નો જથ્થો જપ્ત કરી કાર અને મોબાઈલ મળી કુલ.રૂ.3.48 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાર માં રહેલ ફરાર બુટલેગર રૂદ્રપાલસિંહ પરમાર (રહે,ગાજણ-મોડાસા) અને ડેડલી ઠેકાના માણસ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી



