ગોધરા
દિલ્લી ખાતે લોકસભામાં જે શિયાળુસત્રમાં જે વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવાના મામલે ગોધરા ખાતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.જેમા મોટી સંખ્યામાં કોંગ્રેસપક્ષના આગેવાનો ઉપસ્થિત રહીને નારાબાજી લગાવી હતી.
લોકસભાના ચાલી રહેલા સત્રમાં વિપક્ષોના અવાજને દબાવામા આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે ભારતભરમાં કોંગ્રેસ અને સાથી પક્ષો દ્વારા વિરોધ દર્શાવામા આવી રહ્યો છે.સાથે સાથે સાંસદોને સસ્પેન્ડ કરવામા આવી રહ્યા છે. ગોધરા શહેર ખાતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારની આગેવાનીમાં સરદાર પટેલની પ્રતિમા પાસે એક દિવસનો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમા આગેવાનો દ્વારા જણાવામા આવ્યુ હતુ કે સત્તાના મદમાં લોકસભા સત્ર દરમિયાન વિવિધ રજૂઆતો કરતા વિરોધ પક્ષના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરી લોકશાહીની હત્યા કરવામાં આવેલ છે જે ખૂબ જ દુઃખદ ચિંતા પ્રેરિત છે.અગ્રણીઓ દ્વારા સાંસદોનુ સસ્પેન્શન પાછુ ખેચો, તાનાશાહી નહી ચલેગી સહિતના નારાઓ પણ લગાવ્યા હતા.
વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમાર,પૂર્વ પ્રમુખ અજીતસિંહ ભાટી, જિલ્લા લઘુમતિ ચેરમેન સુજેલા પ્રદેશ પ્રતિનિધિ રફીક તિજોરી વાલા, મહામંત્રી આબિદ શેખ, ઉમેશ શાહ, જિલ્લા એસ.સી તથા એસટી સેલ ચેરમેન રાજેશ હડીયલ, હિમાંશુ પંડ્યા ગુલસીંગ રાઠવા, ઉસ્માન બેલી, કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર, કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ઉપાધ્યાય ફિરોજ સિંધી, જશવંત પટેલ, દુષ્યંતસિંહ ચૌહાણ, સોમસિંગ રાઠવા, ફરીદ ચરખા, ખાલીદ દાવ તારીક પઠાણ સહિતના હોદ્દેદારો જોડાયા હતા.