28 C
Gujarat
Monday, August 31, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ન્યુ-યર પાર્ટી માટે પલ્સર બાઈક પર 136 બોટલ વિદેશી દારૂની...

અરવલ્લી : ન્યુ-યર પાર્ટી માટે પલ્સર બાઈક પર 136 બોટલ વિદેશી દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવતી શામળાજી પોલીસ, ઓડનો બુટલેગર ફરાર

0

થર્ટી ફર્સ્ટની નાઈટ અને ન્યુ યર પાર્ટીની ઉજવણીના નામે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો છેદ ઉડાડી લોકો થર્ટી ફર્સ્ટ અને ન્યુ-યર પાર્ટીમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઘટઘટાવી જતા હોય છે શામળાજી પોલીસે ઇકો કારમાંથી 54 હજારનો દારૂ ઝડપી લીધાના ગણતરીના કલાકોમાં પાલ્લા ગામની સીમમાંથી પલ્સર બાઈક પર દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવી 27 હજારથી વધુનો શરાબ ઝડપી પાડી પોલીસ જોઈ ફરાર ઓડ વિજય દિલીપ ગામેતી અને તેની સાથે રહેલ શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસ સતત નાના-મોટા વાહનોમાંથી મોટી માત્રામાં વિદેશી જપ્ત કરી રહી છે શામળાજી પોલીસે ખાનગી વાહનમાં પેટ્રોલીંગ હાથધરતા પાલ્લા ગામ નજીક પહોંચતા ઓડ ગામ તરફથી પલ્સર બાઈક પર કાળા થેલામાં વિદેશી દારૂ ભરી પસાર થતા બુટલેગરોને અટકાવવાનો પ્રયત્ન કરતા બાઈક ફુલસ્પીડે ખરાડી તરફ હંકારી મુકતા પોલીસે પીછો કરતા બુટલેગર વિજય દિલીપ ગામેતી (રહે,ઓડ-ભિલોડા) અને અન્ય શખ્સ દારૂ ભરેલ થેલો અને બાઈક રોડ પર નાખી ફરાર થઇ જતા પોલીસે થેલામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-136 કીં.રૂ.27600/- અને બાઈક મળી રૂ.67600/-નો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!