37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home Uncategorized અરવલ્લી : SP શૈફાલી બારવાલે વધુ એક વાર બદલીનો ગંજીફો ચીપ્યો, 46...

અરવલ્લી : SP શૈફાલી બારવાલે વધુ એક વાર બદલીનો ગંજીફો ચીપ્યો, 46 પોલીસકર્મીની આંતરિક બદલી

0
173

 

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે ચાર્જ સંભાળતાની સાથે જીલ્લાના વિવિધ શહેરી અને ગ્રામ્યવિસ્તારના પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓ બદલીનો ગંજીપો છિપાવાનું ચાલુ કર્યું છે હજુ પણ યથાવત રહ્યું છે જીલ્લા પોલીસતંત્રમાં વિવિધ પોલીસસ્ટેશન અને હેડક્વાટરમાં ફરજ બજાવતા 46 પોલીસકર્મીઓની બદલી કરતા જીલ્લા પોલીસતંત્રમાં વધુ એકવાર મોટો ઉલટફેર જોવા મળ્યો હતો જીલ્લા પોલીસવડાએ છિપેલા બદલીના ગંજીપા થી “કહી ખુશી કહી ગમ” જેવો માહોલ પોલીસબેડામાં જોવા મળ્યો હતો હતો

અરવલ્લી SP શૈફાલી બારવાલે સોમવારે રાત્રીના સુમારે જીલ્લામાં ફરજ બજાવતા 46 પોલીસકર્મીઓની સાગમેટે બદલી કરી દેતા પોલીસબેડાંમાં સન્નાટો વાપી ગયો હતો એક સાથે 46 પોલીસકર્મીઓની બદલીથી શીત લહેરમાં કેટલાક પોલીસકર્મીઓ પરસેવે રેબઝેબ બન્યા જેવી સ્થિતિ સર્જાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી 46 પોલીસકર્મીઓની પદર ખર્ચે અને બદલી થયેલ કર્મીઓએ કોઈ પણ પ્રકારના પત્રવ્યવહાર કર્યા સિવાય બદલી સ્થળે તાત્કાલિક હાજર થવા તાકીદ કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!