34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home કરંટ ઇશ્યુ પંચમહાલ: શહેરા પંથકમા હોળી ધુળેટીના પર્વની ધામધુમથી ઉજવણી કરાઈ

પંચમહાલ: શહેરા પંથકમા હોળી ધુળેટીના પર્વની ધામધુમથી ઉજવણી કરાઈ

0
177

શહેરા
પંચમહાલ જીલ્લામાં આવેલા શહેરા તાલુકામા હોળી ધુળેટીના પર્વની ઉજવણી કરવામા આવી હતી.જેમા હોળીના દિવસે હોલિકાદહન કરવામા આવ્યુ હતુ.હોલિકામા ધાણી ખજુર- હારડાનો ભોગ ધરાવાયો હતો. ધુળેટીના દિવસે એકબીજા પર રંગ ગુલાલ ઉડાડીને ધુળેટી પર્વની ઉજવણી કરવામા આવી હતી. સાથે સાથે એકબીજાને હોળીધુળેટી પર્વની શુભકામનાઓ પાઠવામા આવી હતી.

પંચમહાલ જીલ્લાના શહેરાનગર અને ગ્રામીણ વિસ્તારમાં હોળી અને ધુળેટીના પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી. શહેરાનગરમા આવેલા હોળીચકલા,સહિત અનેક વિસ્તારોમા હોલિકાદહન કરવામા આવ્યુ હતુ. ભાવિકો ખજુર-હારડા-ધાણીનો ભોગ ધરાવામા આવ્યો હતો.શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમા પણ હોળીની ઉજવણી કરવામા આવી હતી. શહેરાના ગ્રામીણ વિસ્તારમાં જે લોકો બહાર કામ કામ ધંધા નોકરી અર્થ જતા હોય છે તેઓ હોળીનો તહેવાર વતનમાં જ ઉજવણી પરિવાર સાથે કરતા હોય છે. ગ્રામીણ વિસ્તારમાં હોલિકા હદન મોડી સાજે કરવામા આવે છે આખા ગામના લોકો ભેગા થાય પછી હોલિકાદહન કરવામા આવે છે. નવપરણિત યુગલો લગ્નનો પહેલા લાડવાનો ભોગ ધરાવાની પરંપરા ચાલી આવે છે. સાથે ઢોલ નગારા પણ વગાડીને આનંદ પ્રમોદ કરે છે. શહેરાના ગ્રામીણ વિસ્તારમા ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામા આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!