રક્તદાન એ મહાદાન ગણાય છે અકસ્માતમાં ઇજાગ્રસ્ત કે બીમારી દરમિયાન રક્તની ઊણપથી અનેક લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ રક્તદાન કરાતા લોકો ગભરાઈ રહ્યા છે ત્યારે હિંમતનગર એક ખાનગી હોસ્પિટલમાં પેઢમાલા ગામની પ્રસૂતા ગીતાબેન ચિમનસિંહ ચૌહાણને તાત્કાલિક લોહી ચઢાવવાની જરૂર ઉભી થતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા પરિવારજનોએ પેઢમાલા ગામ સહિત આજુબાજુના પંથકમાં સેવાકીય કાર્યો કરતા યુવા સંગઠન પેઢમાલાનો સંપર્ક કરી મદદની ગુહાર લગાવતા પેઢમાલા ગામના સમાજ સેવક જુગલભાઇ જોશી તાબડતોડ પરિવારની મદદે પહોચી ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની બ્લડ બેંકમાં પહોંચી રક્તદાન કરી માનવતા મહેકાવી હતી.યુવા સંગઠન ના ધનુષસિંહ ચૌહાણે અને પ્રસૂતાના પરિવારે સમાજ સેવક જુગલભાઇ જોશીનો આભાર વ્યક્ત કર્યો હતો.