31.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ અરવલ્લી : સાયબર ક્રાઇમ ટીમ વીજબિલ બાકી છે કહી 3.62 લાખ ઉસેળી...

અરવલ્લી : સાયબર ક્રાઇમ ટીમ વીજબિલ બાકી છે કહી 3.62 લાખ ઉસેળી લેનાર પંજાબના હર્નેપસિંઘ નામના સાયબર ગઠિયાને ઝડપ્યો

0
145

ડિજિટલ યુગ અને ઓનલાઈન બેંકિંગને પગલે સાયબર ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે અરવલ્લી જીલ્લામાં સાયબર ફ્રોડની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે જીલ્લા SP શૈફાલી બારવાલ ના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ ટીમ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભોગ બનેલ લોકોને પૈસા પરત અપાવવા અને સાયબર ગાંઠિયા ને ઝડપી પાડવા સતત કાર્યશીલ રહે છે શામળાજીના એક નાગરિકને તમારું વીજબીલ બાકી છે નહીં ભરતો વીજ કનેક્શન કાપવાની ધમકી આપી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી 3.62 લાખ રૂપિયા પડાવી લેનાર પંજાબના સાયબર ગઠિયાને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ બે વર્ષ જૂના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

અરવલ્લી જીલ્લા સાયબર સાયબર ક્રાઇમ સેલના પીઆઇ અમિત ચાવડા અને તેમની ટીમે શામળાજી પંથકના સુભાષ પટેલ નામના વ્યક્તિ ને વીજ બિલ બાકી હોવાનું કહી વીજ કનેક્શન કાપી નાખવાની ધમકી આપી વીજબીલના નામે અલગ અલગ રીતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી 3.62 લાખથી વધુને રકમ પડાવી લેનાર હર્નેપસિંઘ ઉર્ફે હેપ્પી કર્નલસિંઘ (રહે,પિંડજસરા-પંજાબ) હોવાનું તપાસમાં બહાર આવતા સાયબર ક્રાઇમ સેલે પંજાબમાં ધામા નાખી સાયબર ગઠિયા હર્નેપસિંઘને પંજાબની ગોબીંદગઢ મંડી માંથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અરવલ્લી જીલ્લા સાયબર ક્રાઇમ સેલની ટીમે કુનેહપૂર્વક બે વર્ષ અગાઉ શામળાજી પંથકમાં બનેલ સાયબર ક્રાઈમના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!