લોકસભા ચૂંટણીનો રંગ ધીમેધીમે જામી રહ્યો છે ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠક પર વિજય મેળવવા ભાજપ અને કોંગ્રેસે કમરકસી છે ભાજપમાં આયાતી ઉમેદવારના નામે કેટલાક ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે બીજીબાજુ કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીને કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉમળકાભેર વધાવી લઇ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે શામળાજીમાં પૂર્વ જીલ્લા પંચયાત પ્રમુખ રાજેન્દ્ર પારઘીની આગેવાની હેઠળ ભિલોડા તાલુકા કોંગ્રેસની બેઠક યોજી હતી
ભિલોડા તાલુકા કોંગ્રેસ દ્વારા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પૂર્વ જીલ્લા પંચયાત પ્રમુખ રાજેન્દ્ર પારઘીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભિલોડા તાલુકાના કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરતો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં લોકસભાના કોંગ્રેસી ઉમેદવાર તુષાર ભાઈ ચૌધરી ભિલોડા વિધાનસભાની સીટમાં વધુ લીડ કઈ રીતે મળે તે માટે બુથ મેનેજમેન્ટ અને કોંગ્રેસ તરફી વધુ મતદાન થાય તે માટે રણનીતિ તૈયાર કરાઈ હતી લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવા સમયે વધુ કાર્યકર્તા હાજર રહે તેમજ 19 એપ્રિલે તુષાર ચૌધરી ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર પ્રવાસની ચર્ચા કરવામાં આવી હતી સૌ આગેવાન કાર્યકર્તા એક થઈ ચૂંટણીમાં કામે લાગી જવા અનુરોધ કર્યો હતો આ મીટિંગમાં વનરાજસિંહ રાઠોડ, કાંતિલાલ ખરાડી, અનિલભાઈ હડૂલા, મુકેશ પટેલ ,જયેશ ઠાકોર, બાબુભાઇ પરમાર, જિલ્લા સદસ્ય ઈન્દુબેન તબિયાર, નટુભાઈ પ્રણામી , સજ્જનબેન તબિયાર,હર્ષદ વરસાત સહીત જિલ્લા તાલુકા પંચાયત ના સદશ્યો આગેવાન કાર્યકતા હાજર રહ્યા હતા