અરવલ્લી જિલ્લાની જોડતી તમામ ચેકપોસ્ટ પર રાજસ્થાનથી આવતા જતા તમામ નાના- મોટા વાહનો પર જીલ્લા પોલીસની બાજ નજર
લોકસભા ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં સાતમા તબક્કામાં મતદાન થનાર છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગત તા.૧૬ માર્ચથી ચૂંટણીની આચારસંહિતા અમલી બની ગઈ છે ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચૂંટણીનું સરળ સંચાલન અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે આશયથી પોલીસ તંત્ર દ્વારા આંતર રાજ્ય ચેકપોસ્ટ કાર્યકરત કરી દેવામાં આવી છે.
મેઘરજ ની ઉન્ડવા પોલીસ દ્વારા પર પ્રાંતમાંથી આવતા તમામ નાના મોટા વાહનોની તેમજ નશીલા પ્રદાર્થો ગુજરાતમાં ઘુસાડતા અટકાવવા ચેકપોસ્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દઈ ચેકીંગ હાથધરવામાં આવ્યું છે.ઉન્ડવા ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા 24 કલાક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવતા તમામ વાહનોનું સઘન તપાસ કરી વાહનોને જવા દેવામાં આવે છે.