34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લી: માલપુર પોલીસે કાટકુંવામાં બુટલેગરે ઘર પાછળ ખેતરમાં સંતાડેલ 39 હજારના વિદેશી...

અરવલ્લી: માલપુર પોલીસે કાટકુંવામાં બુટલેગરે ઘર પાછળ ખેતરમાં સંતાડેલ 39 હજારના વિદેશી દારૂ સાથે બુટલેગરને દબોચ્યો

0
112

 

અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શક હેઠળ જીલ્લા પોલીસતંત્રએ બુટલેગરો પર તવાઈ બોલાવી છે.દેશી-વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે.

માલપુર પીએસઆઇ કે.એચ.બિહોલ અને તેમની ટીમ માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળતા કાટકુંવા ગામે રહેતો નીતિન ઉર્ફે બોડીયો ભલાભાઈ મકવાણા વિદેશી દારૂ નો જથ્થો વેચાણ કરવા લાવી પોતાના ઘર પાછળ થોડેક દૂર આવેલ નાનજી વકતાજી મકવાણા ના સુઢીયાના વાવેતરવાળા ખેતરમાં દારૂ સંતાડેલ છે તેની બાતમી આધારે રેડ કરતા બે ઈસમો એક બજાજ પ્લેટીના બાઇક બેઠલ હતા તેઓ નીતિનભાઈ ઉર્ફે બોડીયા ભલાભાઈ મકવાણા તથા સુનિલભાઈ ભલાભાઈ મકવાણા બને રહે કાટકુવા અને બાઇક પર વચ્ચેના ભાગે કોથળામાં વિદેશી દારૂ લાવી નજીકમાં ઉભેલ નાનજી વકતાજી મકવાણા મદદથી દારૂ તેમના ખેરતમાં સંતાડવા જતા જે દરમિયાન પોલીસે ને જોઈ ત્રણેય ભાગવા લાગેલા તેમનો પીછો કરતા નાનજી વકતાજી મકવાણા સ્થળ પર ઝડપાઇ ગયેલ અને નીતિન અને સુનિલ નાસી ગયેલ અને પકડાયેલ કોથડો જોતા તેમાં વિદેશી દારૂની બિયર નાની મોટી બોટલો ક્વાર્ટરીયા નંગ-૩૦૧ કુલ કિંમત.૩૯૭૦૦/- તથા પ્લેટીના ૧૦૦ મો.સાઇકલ કિંમત રૂ.૨૫.૦૦૦/- મળી કુલ કિંમત.રૂ.૬૪,૭૦૦/- નો પ્રોહી મુદ્દામાલ સાથે એક આરોપી ની ધડપકડ કરી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!