શામપુરના ડુંગર પર આવેલ ઐતહાસિક ધરોહર સમાન મેરાયુંના માઇન્સમાં થતાં બ્લાસ્ટથી અસ્તિત્વ જોખમાયું
દાવલી ગ્રામ પંચયાતની હદમાં દાવલી-શામપુર ગામના ડુંગર પર ખનીજની ધમધમતી ક્વોરીથી ગ્રામજનોને સ્વાસ્થ્યને નુકશાન થઈ રહ્યું છે
માઇન્સમાં થતાં બ્લાસ્ટથી સમગ્ર વિસ્તારની હવા પ્રદૂષિત થતાં લોકોના આરોગ્ય સામે ખતરો પેદા થયો છે, બે દિવસ પહેલા ક્વોરીમાં કરેલ બ્લાસ્ટથી ચાર લોકોની તબિયત લથડી હતી
ક્વોરીમાં વારંવાર બ્લાસ્ટથી તોબા પોકારી ઉઠેલા લોકોએ ક્વોરીમાં વિરોધ કરી નુકશાન પહોંચાડ્યું હોવાથી 14 લોકોના નામજોગ સહિત ટોળા સામે ક્વોરી મેનેજરે ફરિયાદ નોંધાવી હતી
મોડાસા તાલુકાના દાવલી ગ્રામપંચયાતની હદમાં દાવલી-શામપુર ગામના ડુંગર નજીક બે ક્વોરીમાં સતત બ્લાસ્ટ કરી દિવસ-રાત ખનિજ ખનન થતું હોવાથી આજુબાજુના મકાનોમાં ભારે નુકશાન થવાની સાથે સમગ્ર વિસ્તારમાં ભારે પ્રદૂષણ ફેલાતા હવા અને પાણી પ્રદૂષિત બનતા અને મોર સહિત વન્ય પ્રાણીઓ-પક્ષીઓને મરી રહ્યા છે નજીકના બોર કૂવા અને તળાવોનું પાણી પ્રદૂષિત થતાં લોકોના આરોગ્ય સામે અનેક સવાલ પેદા થતાં અને ખેતીને ભારે નુકશાન થતાં બંને ક્વોરીમાં યુદ્ધના ધોરણે ખનીજ ખનન બંધ કરાવવાની માંગ સાથે શામપુર,દાવલી સહિત આજુબાજુના ગામના અગ્રણીઓએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી.
શામપુર-દાવલી ગામના અગ્રણીઓએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી શામપુર-દાવલી ગામના ડુંગરમાં ખનિજનું ખનન કરતી બંને ક્વોરી માં થતાં સતત બ્લાસ્ટથી માનવ જીવનને ભારે નુકશાન થઈ રહ્યું હોવાથી બંધ કરવામાં આવેની માંગ કરી હતી ક્વોરીમાં થતાં બ્લાસ્ટથી સમગ્ર વિસ્તાર પ્રદૂષિત બન્યો છે ક્વોરીની આજુબાજુમાં રહેતા લોકો સતત શ્વાસની બીમારી સહિત ગંભીર બિમારીનો ભોગ બની રહ્યા છે હવા અને પાણી પ્રદૂષિત બન્યા છે ખેતીને ભારે નુકશાન થઈ રહ્યું છે ખનીન વાહન કરતા ડમ્પરોના ડ્રાઇવર દારૂના નશામાં બેફામ વાહન હંકારતા અકસ્માતનો સતત ભય રહે છે ક્વોરી માલિકોએ ક્વોરીની આજુબાજુની જમીન પણ ગેરકાયદેસર પડાવી લીધી હોવાનો આક્ષેપ આવેદનમાં કર્યો છે ક્વોરી નજીક ઐતહાસિક મહત્વ ધરાવતા મંદિર આવેલા હોવા છતાં ક્વોરીની મંજૂરી કઈ રીતે મળી સહિત અનેક રજૂઆત જીલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી ક્વોરી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવેની માંગ કરી પ્રજાજનોને ન્યાય અપાવવા માંગ કરી હતી