33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી: LCBએ જીવણપુર નજીક ઇકો માંથી 51 હજારનો વિદેશી દારૂ ઝડપ્યો, ટીંટોઇ...

અરવલ્લી: LCBએ જીવણપુર નજીક ઇકો માંથી 51 હજારનો વિદેશી દારૂ ઝડપ્યો, ટીંટોઇ પોલીસ ઉંઘતી ઝડપાઇ

0
114

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા બુટલેગરો પર તવાઈ બોલાવી છે જીલ્લા એલસીબી પોલીસે મોડાસા-શામળાજી હાઇવે પર જીવણપુર ગામ નજીક ઇકો કારમાંથી વિદેશી દારૂની 384 બોટલ જપ્ત કરી ઇકો કારમાં દારૂની હેરાફેરી કરનાર અજાણ્યા બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા  

                                                   અરવલ્લી જીલ્લા પીએસઆઇ વી.ડી.વાઘેલા અને તેમની ટીમે ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા વિદેશી દારૂ ભરેલી કાર જીવણપુર તરફ આવી રહી હોવાની હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ જીવણપુર નજીક પહોચતાં બિન વારસી ઇકો કાર જોવા મળતાં ઇકો કારની તલાસી લેતા કારની પાછળની શીટો નીચે વિદેશી દારૂ ભરેલો મળી આવતા દારૂ ભરેલી કાર એલસીબી પોલીસ સ્ટેશન લઇ આવી અંદરથી વિદેશી દારૂની બિયરની પેટીઓ-14 કુલ નંગ -384 કિંમત રૂ. 51600/-અને ઇકો કાર મળી કુલ રૂ.5.51 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!