29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત પોરબંદર : બાવળના જંગલમાં આગ ભડકી, ફાયરબ્રિગેડ આગ ઓલવવામાં નિષ્ફળ, સ્થાનિકોનું...

પોરબંદર : બાવળના જંગલમાં આગ ભડકી, ફાયરબ્રિગેડ આગ ઓલવવામાં નિષ્ફળ, સ્થાનિકોનું સ્થળાંતર

0
74

ગુજરાતના પોરબંદરમાં બુધવારે (5 માર્ચ) છાયા વિસ્તારમાં બિરલા સ્કૂલની પાછળ બાવળના જંગલમાં આગ લાગવાની ઘટના બની છે. બપોરે ભારે પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ લીધું છે. આગની જ્વાળાઓ બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જતાં તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડનો કાફલો આદ પર કાબુ મેળવવાના પ્રયાસમાં છે.

રહીશોને સલામત સ્થળે ખસેડાયા
આગ વધુ વિકરાળ બનતાં સુરક્ષાના ભાગ રૂપે બિરલા સ્કૂલમાંથી તમામ મહત્ત્વના દસ્તાવેજો બહાર કાઢી લેવાયા હતાં. આ સિવાય આસપાસમાં રહેતાં રહીશોને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ સિવાય તમામ ઘરોમાંથી ગેસ સિલિન્ડર બહાર કાઢી દેવાયા છે. નોંધનીય છે કે, હજુ સુધી આગ લાગવાના કારણ વિશે જાણી શકાયું નથી.

ફાયર બ્રિગેડે હાથ ધરી કામગીરી
હાલ ફાયર બ્રિગેડ દ્વારા 8 જેટલાં વોટર ટેન્કરથી આગ ઓલવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ સિવાય બુલડોઝર દ્વારા આગ વધુ ન પ્રસરે તે માટે ખાલી કરવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તારમાં આગ પર કાબુ મેળવી લેવાયો છે. પરંતુ, અંતરયાળ વિસ્તારમાં હજુ સુધી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!