ભિલોડામાં કોલેજના ટ્રસ્ટીએ વિદ્યાર્થીને માર મારતાં મામલો ગરમાયો,
સમસ્ત સમાજ ધ્વારા બજાર બંધનું એલાન અપાયુ
ભિલોડામાં બજાર સજ્જડ બે દિવસ સુધી બંધ રહેશે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથકમાં કાર્યરત આર.જી.બારોટ કોલેજના ટ્રસ્ટીએ વિદ્યાર્થીને માર મારતા મામલો ગરમાયો હતો.ભિલોડા આર.જી.બારોટ, નર્સિગ કોલેજમાં અભ્યાસ કરતા આદિવાસી સમાજના વિદ્યાર્થી દિપક બરંડા ને માર મારનાર ટ્રસ્ટી દેવાંગ બારોટની પોલીસે ધરપકડ કરી, જેલના હવાલે કરી દિધો છે.
ટ્રસ્ટીએ વિદ્યાર્થીને માર મારતા સમસ્ત સમાજ ધ્વારા ભિલોડા, શામળાજી, મેઘરજ વિસ્તારમાં બજાર સજ્જડ બંધ રાખવા એલાન કર્યું હતું.
ભિલોડા અને શામળાજીમાં વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખી સમર્થન આપ્યું હતું. અરવલ્લી જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ એન.જાડેજા એ ભિલોડા તાલુકા મથકમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે સંદર્ભે ૪ P.I, ૯ P.S.I, ૮૦ પોલીસ કર્મીઓનો કાફલો ખડકી દિધો હતો.જયાં જુઓ ત્યાં ચુસ્ત લોખંડી પોલીસ બંદોબસ્ત ઠેર-ઠેર જોવા મળતો હતો. શામળાજી તાલુકાના રાવતાવાડા ગામનો વિદ્યાર્થી દિપક બરંડાના માતાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ન્યાયિક તપાસ હાથ ધરી હતી.પોલીસે ટ્રસ્ટી દેવાંગ બારોટની ધરપકડ કરી દિધી છે.ભિલોડા આર.જી.બારોટ કોલેજ કેમ્પસમાં અભ્યાસ કરતો રાવતાવાડા ગામનો વિદ્યાર્થી દિપક બરંડાના મિત્ર અભિષેક નિનામાએ કોલેજની બસના ડ્રાઈવર પાસે પાણી માંગતા કોલેજની બસના ડ્રાઈવર સાથે સામાન્ય વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી સંદર્ભે તકરાર કરવાની ના પાડતા બિભત્સ અપશબ્દો સમાજ વિરૂધ્ધ બોલતા મામલો સમગ્ર ગરમાયો હતો.આર.જી.બારોટ, કોલેજના ટ્રસ્ટીએ વિદ્યાર્થીને માર મારતા જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરીને ગુનો કરનાર કોલેજના ટ્રસ્ટી દેવાંગ બારોટ (રહે. અન્નપુર્ણા સોસાયટી, ભિલોડા) વિરૂધ્ધ શામળાજી તાલુકાના રાવતાવાડા ગામના વિદ્યાર્થીના માતા હંસાબેન સુરેશભાઈ બરંડાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ન્યાયિક તપાસ હાથ ધરી ટ્રસ્ટીને જેલના હવાલે કરી દિધો છે.






